Home> Sports
Advertisement
Prev
Next

PM નરેન્દ્ર મોદીનું ટ્વીટ, નીરજ ચોપડા ઝડપી સ્વસ્થ થાય તે માટે કરી કામના

હરિયાણામાં રહેતા નીરજને ગત મહિને એનઆઈએસ પટિયાલામાં ટ્રેનિંગ દરમિયાન ઈજા થઈ હતી. 

PM નરેન્દ્ર મોદીનું ટ્વીટ, નીરજ ચોપડા ઝડપી સ્વસ્થ થાય તે માટે કરી કામના

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતના મુખ્ય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. રાષ્ટ્રમંડળ અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનારા 21 વર્ષીય નીરજની કોણીની સર્જરી થઈ છે, જેથી સપ્ટેમ્બરમાં દોહામાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના ભાગ લેવા પર શંકા છે. 

રિપોર્ટ પ્રમાણે, નીરજ જે હાથ (જમણા હાથ)થી ભાલો ફેંકે છે, જે કોણીની સર્જરી કરવામાં આવી છે. તે ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય સિઝનમાં ઘણી ટૂર્નામેન્ટ મિસ કરશે. 

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'નીરજ, તું એક બહાદુર નવજવાન છે જે ભારતને સતત ગૌરવ અપાવી રહ્યો છે. દરેક તારા ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.'

તમને જણાવી દઈએ કે હરિયાણાના નીરજને ગત મહિને એનઆઈએસ પટિયાલામાં ટ્રેનિંગ દરમિયાન ઈજા થઈ હતી. 

નીરજે શુક્રવારે હોસ્પિટલમાંથી ટ્વીટ કર્યું હતું, 'ડૉ દિનશા પારદીવાલા દ્વારા મુંબઈમાં કોણીની સર્જરી કરવામાં આવી. ભાલો ફેંકતા પહેલા થોડા મહિના રિકવરીમાં લાગશે. મને મજબૂત વાપસીની આશા છે. દરેક ઝટકો વાપસીની તૈયારી હોય છે. ભગવાન તમને પહેલાની તુલનામાં વધુ સારા બનાવવા ઈચ્છે છે.'

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More