Home> Sports
Advertisement
Prev
Next

એશિયન પેરા ગેમ્સના વિજેતાઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયન પેરા ગેમ્સ-2018માં ઈતિહાસ રચીને ભારતે 15 ગોલ્ડ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા 

એશિયન પેરા ગેમ્સના વિજેતાઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

શોએબ રઝા, નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ-2018માં મેડલ જીતનારા ખેલાડીઓ સાથે મંગળવારે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, દેશને તમારા ઉપર ગર્વ છે. ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયન પેરા ગેમ્સ-2018માં ઈતિહાસ રચીને ભારતે 15 ગોલ્ડ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા.

એશિયન પેરા ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે જ ભારતે 2020માં યોજાનારા પેરાલિમ્પિક રમતોત્સવ માટે નવી આશાઓ જગાડી છે. ભારતે એશિયન પેરા ગેમ્સમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 9મું સ્થાન હાંસલ કર્યું હતું. 

આ રમતોત્સવમાં ચીન 172 ગોલ્ડ, 88 સિલ્વર અને 59 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ લિસ્ટમાં ટોચ પર રહ્યું હતું. દક્ષિણ કોરિયા (53 ગોલ્ડ, 45 સિલ્વર અને 47 બ્રોન્ઝ) સાથે બીજા અને ઈરાન (51 ગોલ્ડ, 42 સિલ્વર અને 43 બ્રોન્ઝ)સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. 

આ રમતોત્સવમાં એથલીટ તરીકે ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતનારી હરિયાણાની એક્તાએ જણાવ્યું કે, શરૂઆતમાં ખુબ જ દબાણમાં આવી ગઈ હતી, પરંતુ મારી મહેનત પર વિશ્વાસ હતો. હવે હું 2020ની પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની તૈયારી કરીશ. 

fallbacks

ટેક ચંદે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે પીએમને મળ્યા બાદ જણાવ્યું કે, હવે હું બમણી તાકાત સાથે મહેનત કરીશ. આ રમતોત્સવમાં પ્રયાગરાજના કલેક્ટર સુહાસ એલવાઈએ પણ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

વર્ષ 2014ની એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ 33 મેડલ જીત્યા હતા, જેમાં 3 ગોલ્ડ, 14 સિલ્વર અને 16 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ વખતે બેડમિન્ટન અને ચેસમાં ભારતે સૌથી વધુ મેડલ જીત્યા છે. મંગળવારે આ તમામ વિજેતા ખેલાડીઓનું રમતગમત મંત્રાલય દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More