Home> Sports
Advertisement
Prev
Next

ખેલાડી મશીન નથી, વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી, નવા કોચ રાહુલ દ્રવિડનું મોટું નિવેદન

ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડે ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. ખેલાડી મશીન નથી. 
 

ખેલાડી મશીન નથી, વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી, નવા કોચ રાહુલ દ્રવિડનું મોટું નિવેદન

જયપુરઃ કોરોના વાયરસ આવ્યા પહેલાથી ક્રિકેટરોના વર્કલોડ મેનેજમેન્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મામલામાં બધા પોતાનો પક્ષ રાખે છે, પરંતુ હંમેશા તે વાત પર સવાલ ઉઠાવવામાં આવ્યો કે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહીં. હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડે મોટુ નિવેદન આપી એક વાત સ્પષ્ટ કરી કે ભારતીય ક્રિકેટરોના વર્કલોડ મેનેજમેન્ટ પર કેટલાક નિર્ણયો લેવામાં આવશે. 

જયપુરમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે રમાનાર પ્રથમ ટી20 મેચ પહેલા કોચ દ્રવિડે કહ્યુ કે, ખેલાડી મશીન નથી. ટીમ ઈન્ડિયામાં વર્કલોડ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. તેમણે કહ્યું- વર્કલોડ મેનેજમેન્ટ ક્રિકેટનું એક મહત્વપૂર્ણ પાસુ છે. આપણે તેને ફુટબોલમાં પણ જોઈએ છીએ. ખેલાડીઓની માનસિક અને શારીરિક ભલાઈ પ્રાથમિકતા હશે. અમારે સંતુલન બનાવી રાખવાની જરૂર છે, ખેલાડીઓને ફિટ રાખવાની દિશામાં કામ કરવું પડશે. 

આ પણ વાંચોઃ ICC ટૂર્નામેન્ટના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત, પાકિસ્તાનમાં રમાશે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી

તેમણે આગળ કહ્યું- વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. ખેલાડી મશીન નથી. અમે ઈચ્છીએ કે અમારા બધા ખેલાડી આગળના પડકાર માટે ફ્રેશ રહે. આ ખુબ સરળ છે, અમારે દરેક સિરીઝ પર નજર રાખવી પડશે, જે અમે રમવાના છીએ. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવવામાં આવ્યા છે. તે રવિ શાસ્ત્રીની જગ્યા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હોમ ટી20 સિરીઝથી લઈ રહ્યાં છે.

આ માટે ઉઠ્યા સવાલ
ભારતીય ટીમ ટી20 વિશ્વકપના લીગ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. તેણે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમે સારૂ પ્રદર્શન કર્યું પરંતુ સેમીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ બંને હાર બાદ ભારતીય ટીમના કાર્યક્રમ, ખેલાડીઓનું વર્કલોડ મેનેજમેન્ટ અને આઈપીએલ કાર્યક્રમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More