Home> Sports
Advertisement
Prev
Next

રસ્તા પર ભીખ માંગવા મજબુર થયો આ પૈરા-અથલીટ, ના મળી સરકારથી કોઇ મદદ

ઇન્ડોનેશિયામાં હાલમાં પુરી થયેલી એશિયન ગેમ્સ-2018માં સારૂ પ્રદર્શન કરી મેડલ મેળવનાર ખેલાડીઓને કેન્દ્ર સરકારથી લઇ રાજ્ય સરકારે પુરસ્કારમાં મોટી રમક આપવાની ઘોષણા કરી છે.

રસ્તા પર ભીખ માંગવા મજબુર થયો આ પૈરા-અથલીટ, ના મળી સરકારથી કોઇ મદદ

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં હાલમાં પુરી થયેલી એશિયન ગેમ્સ 2018માં સારૂ પ્રદર્શન કરી મેડલ મેળવનાર ખેલાડીઓને કેન્દ્ર સરકારથી લઇ રાજ્ય સરકારે પુરસ્કારમાં મોટી રમક આપવાની ઘોષણા કરી છે. ભારતમાં સામાન્ય રીતે રાજનેતાઓ આ ખેલાડીઓને પુરસ્કાર આપવાની ઘોષણા કરે છે. ત્યારે આ બધાની વચ્ચે મધ્ય પ્રદેશમાં એક એવો ખેલાડી સામે આવ્યો છે જેણે રાષ્ટ્રીય સ્તર પર ઘણા મેડલ જીત્યા બાદ નેતાઓએ તમામ વચનો આપ્યા, પરંતુ વચનો પુરા ના થવાને કારણે અત્યારે તે ખેલાડી રસ્તાઓ પર ભીખ માંગતો જોવા મળી રહ્યો છે.

2017માં નેશનલ ગેમ્સમાં જીત્યો હતો મેડલ
સમાચાર એજન્સી એએનઆઇના સમાચાર અનુસાર, મધ્યપ્રદેશમાં નરસિંહપુરમાં રાષ્ટ્રીય સ્તરે પેરા-એથલીટ મનમોહન સિંહ લોધીએ રાષ્ટ્રીય લેવલે ઘણા મેડલ જીત્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે તેણે મેડલ જીત્યા, ત્યારે તેને સરકારી નોકરી અને અન્ય પુરસ્કારોનું આશ્વાસન આપનામાં આવ્યું હતું. તેણે જણાવ્યુ કે તે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનને ઘણી વાર મળ્યા અને તેમને વચનો પણ યાદ કરાવ્યા, પરંતુ સરકાર તરફથી કોઇપણ પ્રકારની સકારાત્મક પ્રતિક્રિયા મળી નથી. વધુમાં તેણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મારી સામે બીજો કોઇ વિક્લપ છોડ્યો નથી. મનમોહનએ જણાવ્યું કે 2017માં નેશનલ ગેમ્સ 100 મીટર રેસ ઇવેન્ટ દરમિયાન ઘણા મેડલ તેના નામે કર્યા હતા.

આર્થિક મુશ્કેલીઓ સામે લડવા માટે મજબુરીમાં ભર્યું પગલું
પેરા-રનર મનમોહનનું કહેવું છે કે, તેણે મજબુર થઇને બધા મેડલ તેના ગળામાં લટકાવી, તેની પ્રશિક્ષણ ટીસર્ટ પહેરીને રસ્તા ઉપર ભીખ માંગવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યું કે, હું આર્થિક રૂપથી નબળો છું. ‘‘મારે રમવા માટે તેમજ પરિવારને ચલાવવા માટે પૈસાની જરૂર છે. જો મુખ્યમંત્રી મારી મદદ નહી કરે તો મારે રસ્તા પર ભીખ માંગીને મારું ગજરાન ચલાવવું પડશે.’’ મનમોહન એકલો નથી જે રાજનેતાઓના વચનોથી જોડાઇ એવી દુર્દશાનો શિકાર બન્યો છે. ભુતકાળમાં ઘણા એથલીટ્સની ફરિયાદ સામે આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More