Home> Sports
Advertisement
Prev
Next

પાક કોચ મિકી આર્થરનો આઈસીસીને નેટ રન રેટ પર પુનર્વિચારનો આગ્રહ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને નેટ રન રેટના નિયમો પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે.

પાક કોચ મિકી આર્થરનો આઈસીસીને નેટ રન રેટ પર પુનર્વિચારનો આગ્રહ

લંડનઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને નેટ રન રેટના નિયમો પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે. કોચનું કહેવું છે કે, નેટ રન રેટ પહેલા બંન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચને પ્રાથમિકતા આપવી જોઈએ. 

પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ મળેલી 96 રનની જીત છતાં આઈસીસી વિશ્વ કપ-2019માથી બહાર થઈ ગઈ છે. આર્થરે કહ્યું, 'હું ઈચ્છીશ કે આઈસીસી હેડ ટૂ હેડ (બે દેશો વચ્ચે રમાયેલી મેચ) પર વિચાર કરે કારણ કે આજે રાત્રે અમે સેમિફાઇનલમાં હોત. આ નિરાશાજનક છે કારણ કે આ અમારી પ્રથમ મેચને કારણે થયું છે, જેમા અમને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હાર મળી હતી.'

તેમણે કહ્યું, 'અમારી પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાની તક હતી, પરંતુ તેમ ન થયું.' પાકિસ્તાને શુક્રવારે બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવ્યું, પરંતુ સારી નેટ રન રેટને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી.

CWC 2019: બાંગ્લાદેશની હાર પર મુતર્જાએ પોતાના આ ખેલાડીના માગી માફી 
 

આર્થરે કહ્યું, 'સિસ્ટમે અમારી સાથે જે કર્યું તે કર્યું. પરંતુ એક ખરાબ મેચ બાદ અમે વાપસી કરવા માટે સંઘર્ષ કરીએ છીએ. તેથી આ ખુબ નિરાશાજનક ડ્રેસિંગ રૂમ છે. ડ્રેસિંગ રૂમમાં કોઈ શુભેચ્છા નહીં કારણ કે અમે તેને યોગ્ય નથી. ચારેય ટીમને શુભકામના. મને લાગે છે કેતેણે અત્યાર સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તેમાંથી શ્રેષ્ઠ ટીમ જીતી શકે છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More