Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: પાકિસ્તાનની જીત બાદ સાનિયા મિર્ઝાએ કર્યું આ ટ્વીટ, શોએબને લોકોએ કર્યો TROLL

આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છ વિકેટે જીત મેળવી હતી. મેચ બાદ સાનિયા મિર્ઝાના ટ્વીટ પર તેના પતિ શોએબ મલિકને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 
 

 World Cup 2019: પાકિસ્તાનની જીત બાદ સાનિયા મિર્ઝાએ કર્યું આ ટ્વીટ, શોએબને લોકોએ કર્યો TROLL

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાને અજેય ન્યૂઝીલેન્ડને હરાવીને અપસેટ કર્યો હતો. પાકિસ્તાને બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છ વિકેટથી શાનદાર જીત મેળવીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. આ મેચ બાદ ભારતીય ટેનિસ સ્ટાર અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાએ એક એવું ટ્વીટ કર્યું, જેના પર લોકોએ શોએબ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. 

ભારત વિરુદ્ધ હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફેન્સે ટીકા કરી હતી. ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરતા પહેલા આફ્રિકા અને પછી ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો હતો. સાનિયા મિર્ઝાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ બાદ ટ્વીટ કર્યું, 'રમત કેટલી અવિશ્વસનીય લેવલેર હોઈ શકે છે.' સાનિયાના આ ટ્વીટ પર લોકો શોએબ મલિકને ટ્રોલ કરીને રિપ્લાય કરવા લાગ્યા કે પાકિસ્તાન એ માટે જીત્યું કારણ કે શોએબ મલિક ટીમમાં નથી. 

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ 6 વિકેટ પર 327 રન બનાવ્યા હતા, જવાબમાં પાકિસ્તાને 49.1 ઓવરમાં ચાર વિકેટ પર 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. બાબર આઝમે અણનમ સદી ફટકારી અને શાહિન આફ્રિદીએ ત્રણ વિકેટ ઝડપી હતી.  

વર્લ્ડ કપ સેમિફાઇનલઃ બાકી ત્રણ કોણ? ભારત સહિત આ છ ટીમો વચ્ચે જંગ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More