Home> Sports
Advertisement
Prev
Next

હવે મહિલાઓ માટે પણ આઈપીએલનું આયોજન કરવું જોઈએઃ સુનીલ ગાવસ્કર


ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની હાર બાદ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, મહિલા ક્રિકેટમાં પ્રતિભાઓની શોધ માટે મહિલાઓની આઈપીએલ શરૂ કરવી જોઈએ.

હવે મહિલાઓ માટે પણ આઈપીએલનું આયોજન કરવું જોઈએઃ સુનીલ ગાવસ્કર

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની હાર બાદ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, મહિલા ક્રિકેટમાં પ્રતિભાઓની શોધ માટે મહિલાઓની આઈપીએલ શરૂ કરવી જોઈએ. પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમને 85 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો, ગાવસ્કરે પરંતુ કર્યું કે, અજેય રહીને ભારતનું ફાઇનલમાં પહોંચવું દર્શાવે છે કે વસ્તુ યોગ્ય દિશામાં જઈ રહી છે. 

શરૂ કરવામાં આવે મહિલાઓની IPL
ગાવસ્કરે એક ખાનગી ચેનલમાં કહ્યું, 'હું સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈને કહેવા ઈચ્છુ છું કે આગામી વર્ષથી મહિલાઓની આઈપીએલ પણ શરૂ કરવામાં આવે જેથી વધુ પ્રતિભાઓ સામે આવી શકે. ભારતમાં પ્રતિભાઓની કમી નથી અને ભારતીય ટીમના આ પ્રદર્શન બાદ વધુ પ્રતિભાઓ સામે આવશે.' તેમણે કહ્યું, 'જો આઠ ટીમો ન હોય તો પણ મહિલાઓની આઈપીએલ યોજાઇ શકે છે. તેનાથી પ્રતિભાઓને તક મળશે.'

કોરોના વાયરસને કારણે આઈપીએલ ટળવાનો ખતરો, BCCIએ કહ્યું- કાર્યક્રમમાં નહીં થાય ફેરફાર  

મહિલા ક્રિકેટે પ્રગતિ કરી છે
ગાવસ્કરે કહ્યું, 'બીસીસીઆઈ મહિલા ક્રિકેટનું સારી રીતે ધ્યાન રાખી રહ્યું છે અને આ કારણ છે કે મહિલા ક્રિકેટે આટલી પ્રગતિ કરી છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના એક મહિના પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી અને યજમાન વિરુદ્ધ ત્રિકોણીય સિરીઝ પણ રમી હતી.'

ગાવસ્કરે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું ઉદાહરણ આપ્યું જેને બિગ બેશ લીગમાં રમવાનો ઘણો ફાયદો મળ્યો છે. તેમણે કહ્યું, 'સ્મૃતિ અને હરમનપ્રીતને મહિલા બિગ બેશ લીગમાં રમવાનો પણ ઘણો ફાયદો મળ્યો છે. તેજ રીતે આઈપીએલથી જેમ ભારતીય પુરૂષ ક્રિકેટરોને ફાયદો મળ્યો છે.' 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More