Home> Sports
Advertisement
Prev
Next

દ્રવિડ યુગમાં કોહલીની શું ભૂમિકા, રોહિત શર્માએ આપ્યો જવાબ

વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી છે અને રોહિત ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20 મેચથી આ ફોર્મેટમાં ફુલ ટાઈમ કેપ્ટન હશે.

દ્રવિડ યુગમાં કોહલીની શું ભૂમિકા, રોહિત શર્માએ આપ્યો જવાબ

જયપુરઃ ભારતના નવા ટી20 કેપ્ટન રોહિત શર્મા ટીમના નવા માળખામાં બેટરના રૂપમાં વિરાટ કોહલીની ભૂમિકામાં કોઈ પરિવર્તન જોતો નથી અને તેને આશા છે કે કોહલી આગળ પણ શાનદાર ઈનિંગ રમતો રહેશે. કોહલીએ ટી20 વિશ્વકપ બાદ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી છે અને બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચથી રોહિત આ ફોર્મેટમાં પૂર્ણકાલિન કેપ્ટન હશે. 

કોહલીની ભૂમિકા વિશે પૂછવા પર રોહિતે કહ્યુ- આ એકદમ સરળ છે. તે અત્યાર સુધી જે કરી રહ્યો હતો, ટીમમાં તેની ભૂમિકા તે રહેશે. તેણે કહ્યું- તે ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ ખેલાડી છે અને જ્યારે પણ તે રમે છે તેનો પ્રભાવ છોડે છે. ટીમના દ્રષ્ટિકોણથી તે મહત્વપૂર્ણ ખેલાડી છે અને જ્યારે તમે દરેક મેચ રમો છો તો ભૂમિકાઓ બદલી જાય છે.

તેણે કહ્યું કે મેચની પરિસ્થિતિ અનુસાર દરેક ખેલાડીની ભૂમિકા બદલાય છે અને કોહલી સહિત તમામ ખેલાડીઓ તેના માટે તૈયાર છે. “જ્યારે તમે પહેલા બેટિંગ કરો છો ત્યારે ભૂમિકા તમે પાછળથી બેટિંગ કરો છો તેના કરતા અલગ હશે. મેચ અનુસાર, દરેકની ભૂમિકા બદલાય છે અને દરેક તેના માટે તૈયાર છે. 'જ્યારે વિરાટ વાપસી કરશે ત્યારે અમારી ટીમ વધુ મજબૂત થશે કારણ કે તેની પાસે ઘણો અનુભવ છે અને તે આટલો મહાન બેટર છે.'

આ પણ વાંચોઃ ખેલાડી મશીન નથી, વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી, નવા કોચ રાહુલ દ્રવિડનું મોટું નિવેદન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More