Home> Sports
Advertisement
Prev
Next

ન્યૂઝીલેન્ડે ક્રિકેટે રિટાયર કરી ડેનિયલ વિટોરીની જર્સી

એનઝેડસીએ શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલા ટેસ્ટ મેચ પહેલા પોતાના ખેલાડીઓની જર્સીની જાહેરાત કરી હતી. આ તકે તેણે વિટોરીની જર્સીને રિટાયર કરવાની જાણકારી આપી હતી. 
 

ન્યૂઝીલેન્ડે ક્રિકેટે રિટાયર કરી ડેનિયલ વિટોરીની જર્સી

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)એ સોમવારે પોતાના પૂર્વ કેપ્ટન અને ડાબા હાથના દિગ્ગજ સ્પિનર ડેનિયલ વિટોરીની 11 નંબરની જર્સી રિટાયર કરી દીધી છે. એનઝેડસીએ શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ પહેલા પોતાના ખેલાડીઓની જર્સીની જાહેરાત કરી હતી. આ તકે તેણે વિટોરીની જર્સી રિટાયર કરવાની જાણકારી આપી હતી. 

એનઝેડસીએ કહ્યું, 'જે ખેલાડીઓએ 200થી વધુ વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેની જર્સી રિટાયર કરવામાં આવશે. વિટોરીએ 291 મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેથી તેની જર્સી નંબર-11ને રિટાયર કરવામાં આવી રહી છે.'

ડાબા હાથના સ્પિનર વિટોરીએ 291 મેચોમાં 305 વિકેટ પોતાના નામે કરી છે આ સાથે ચાર અડધી સદીની મદદથી 2253 રન બનાવ્યા છે. વિટારીએ 113 ટેસ્ટ મેચ પણ રમી છે, જેમાં 362 વિકેટ લીધી છે અને 4531 રન બનાવ્યા છે. ટેસ્ટમાં વિટોરીના નામે છ સદી અને 23 અડધી સદી સામેલ છે. વિટોરી 2007થી 2011 સુધી ટીમનો કેપ્ટન પણ રહ્યો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More