Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ કોહલી પર મજાક કરવી પડી ભારે, કીવી ક્રિકેટર થયો ટ્રોલ

ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી જિમી નીશમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને એશિઝ સિરીઝ પર ટ્વીટ કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ પ્રશંસકોના નિશાના પર આવી ગયો છે.

વિરાટ કોહલી પર મજાક કરવી પડી ભારે, કીવી ક્રિકેટર થયો ટ્રોલ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી જિમી નીશમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને એશિઝ સિરીઝ પર ટ્વીટ કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ પ્રશંસકોના નિશાના પર આવી ગયો છે. ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સે ઓસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે અણનમ 125 રન બનાવ્યા તો નીશમે ટ્વીટ કરતા લખ્યું, 'રોરી બર્ન્સના હવે તેની પ્રથમ એશિઝ સિરીઝની પ્રથમ ઈનિંગમાં વિરાટના પૂરા એશિઝ કરિયરથી પણ વધુ રન થઈ ગયા છે.'

નીશમના આ ટ્વીટને જ્યાં કેટલાક લોકોએ મજાક ગણાવી તો કેટલાક લોકોએ કહ્યું કે નીશમના કદ પ્રમાણે આ ટ્વીટ યોગ્ય નહોતું. પ્રશંસકોએ નીશમના ટ્વીટને જવાબ આપતા લખ્યું, 'વિરાટ કોહલીએ એશિયા કપમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓથી વધુ રન બનાવ્યા છે.' એક યૂઝરે લખ્યું, 'આ તમારી અત્યાર સુધીની સૌથી મજાકભરી વાત છે.'

fallbacks

બીજા યૂઝરે લખ્યું, 'ઓછામાં ઓછો તે (કોહલી) તમારી જેમ ટીમમાં જગ્યા લેવા માટે સંઘર્ષ કરી રહ્યો નથી.' એક અન્ય યૂઝરે લખ્યું, 'જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું કે નીશમે એશિઝમાં કેટલા રન બનાવ્યા છે અને કેટલી વિકેટ લીધી છે તો પછી મારી કમ્પ્યૂટર સ્ક્રીન પર બે મોટા ઝીરો દેખાયા હતા. નીશમ અને ઝીરોનો સારો સંબંધ છે. મને સમજાતું નથી કે તમે એક ક્રિકેટ બનવાનું કેમ પસંદ કર્યું.'

પ્રશંસકોના આટલા બધા ટ્વીટથી પરેશાન થઈને આખરે નીશમ સફાઇ આપવી પડી હતી. નીશમે તેનો જવાબ આપતા લખ્યું, 'મને નથી લાગતું કે તમે લોકો મારી મજાકનો મતલબ સમજી શક્યા છે. મારી મજાકનો મતલબ તે હતો કે કોહલી એશિઝમાં રમ્યો નથી, કારણ કે તે ભારતીય છે.'

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More