Home> Sports
Advertisement
Prev
Next

હોકીને બનાવવામાં આવે રાષ્ટ્રીય રમત, ઓડિશાના CMની PM મોદીને અપીલ

હોકીને બનાવવામાં આવે રાષ્ટ્રીય રમત, ઓડિશાના CMની PM મોદીને અપીલ

નવી દિલ્હીઃ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે હોકીને સત્તાવાર રીતે ભારતની રાષ્ટ્રીય રમત જાહેર કરવામાં આવે. મુખ્યપ્રધાન પટનાયકે એક ટ્વીટ કરતા લખ્યું, હોકીને પહેલાથી જ ભારતની બિનસત્તાવાર રૂપથી રાષ્ટ્રીય રમતનો દરજ્જો પ્રાપ્ત છે. પરંતુ સત્તાવાર રીતે તેને માન્યતા આપવામાં આવે. મહત્વનું છે કે આ વર્ષે નવેમ્બરમાં ઓડિશા હોકી વિશ્વકપની યજમાની કરી રહ્યું છે. 

મુખ્યપ્રધાન નવીન પટનાયકે વડાપ્રધાન મોદીએ એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું- જેમ તમે જાણો છો સર, હોકી વિશ્વકપ આ વર્ષે ઓડિશામાં યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની તૈયારીઓ કરતા તે વાતથી હેરાન છીએ કે હોકીની પ્રસિદ્ધિ રાષ્ટ્રીય રમત તરીકે છે. જ્યારે બધા જાણે છે કે, સત્તાવાર રીતે હોકી ભારતની રાષ્ટ્રીય રમત નથી. 

તેમણે આગળ લખ્યું- તેથી મને વિશ્વાસ છે કે, તમે પણ દેશના કરોડો દર્શકોની સાથે સહમત હશો કે, હોકીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપવો જોઈએ. આ તે મહાન હોકી ખેલાડીઓ માટે શ્રદ્ધાંજલિ હશે જેણે દેશને ગર્વની ક્ષણ આપી છે. 

ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલનારા પુરૂષ હોકી વિશ્વકપનું આયોજન ઓડિશામાં થઈ રહ્યું છે. વિશ્વકપમાં કુલ 36 મેચ રમાશે. પ્રથમ મેચમાં બેલ્જિયમની ટક્કર કેનેડા સામે થશે. વિશ્વ કપના તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમનું અત્યારે સમારકામ ચાલી રહ્યું છે. જે ટૂર્નામેન્ટના આયોજન પહેલા પૂર્ણ થઈ જશે. આ સ્ટેડિયમમાં એક સાથે 16000 દર્શકો બેસી શકશે. 

હોકી વિશ્વકપ ભારત આસાન પૂલમાં
ઓડિશામાં આયોજીત વિશ્વ કપમાં ભારતને પૂલ-સીમાં કેનેડા, દક્ષિણ આફ્રિકા અને બેલ્જિયમની સાથે સામેલ કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં દરરોજ બે મેચ રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More