Home> Sports
Advertisement
Prev
Next

ખેલ પુરસ્કારોનો વર્ચ્યુઅલ સમારોહ, પ્રથમવાર 5 ખેલાડીઓને 'ખેલ રત્ન'


ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોથી સન્માનિત કર્યાં છે. પ્રથમવાર વર્ચ્યુઅલ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ખેલ પુરસ્કારોનો વર્ચ્યુઅલ સમારોહ, પ્રથમવાર 5 ખેલાડીઓને 'ખેલ રત્ન'

નવી દિલ્હીઃ મેજર ધ્યાનચંદના જન્મદિવસ અને રાષ્ટ્રીય ખેલ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ  સેરેમરીનામા સ્પોર્ટ્સ એવોર્ડ આપ્યા હતા. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવ્યો છે. આ ખેલ પુરસ્કારના ઈતિહાસમાં પ્રથમવાર છે કે 5 લોકોને એકસાથે આ સન્માન આપવામાં આવ્યું છે. 

રોહિત શર્મા સિવાય મહિલા રેશલર વિનેશ ફોગાટ (Vinesh Phogat),  મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ (Rani Rampal),  મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા (Manika Batra) અને પેરા એથલીટ મરિયપ્પન થેંગાવેલૂ  (Mariappan Thangavelu) નું 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શર્મા આ સમયે આઈપીએલ માટે દુબઈમાં છે, તો વિનેશ ફોગાટ કોરોના પોઝિટિવ હોવાને કારણે આ સેરેમનીમાં સામેલ થઈ શકી નથી. 

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઇશાંત શર્મા, શૂટર મનુ ભાકર અને શટલર સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડી સહિત 27 ખેલાડીઓને આ વર્ષે 29 ઓગસ્ટે ખેલ દિવસના અવસરે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

આ સિવાય અતનુ દાત (આર્ચરી), ચિરાટ ચંદ્રશેખર શેટ્ટી (બેડમિન્ટન), વિશેષ ભરિગુવંશી (બાસ્કેટબોલ), સુબેદાર માનિક કૌશિક અને લોવલીની બોગરાહેન (બોક્સિંગ)નું પણ અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. 

આ ખેલાડીને મળ્યો અર્જુન એવોર્ડ
અર્જુન એવોર્ડઃ અતનુ દાસ (આર્ચરી), દુતી ચંદ (એથલેટિક્સ), સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી (બેડમિન્ટન), ચિરા ચંદ્રશેખર શેટ્ટી (બેડમિન્ટન), વિશેષ ભૃગુવંશી (બાસ્કેટબોલ), સૂબેદાર મનીષ કૌશિક (બોક્સિંગ), લવલીના બોરગોહેન (બોક્સિંગ), ઇશાંત શર્મા (ક્રિકેટ), દીપ્તિ શર્મા (ક્રિકેટ), સાવંત અજય અનંદ (અશ્વદોડ), સંદેશ ઝિંગન (ફુટબોલ), અદિતી અશોક (ગોલ્ફ), આકાશદીપ સિંહ (હોકી), દીપિકા (હોકી), દીપક હુડ્ડા (કબડ્ડી), કાલે સારિકા સુધાકર (ખો-ખો), દત્તૂ બબન ભોકાનલ (રોઇંગ), મનુ ભાકર (શૂટિંગ), સૌરભ ચૌધરી (શૂટિંગ), મધુરિકા સુહાસ પાટકર (ટેબલ ટેનિસ), દિવિચ શરણ (ટેનિસ), શિવા કેશનવ (શિયાળુ ખેલ), દિવ્યા કાકરાન (કુશ્તી), રાહુલ અવારે (કુશ્તી), સુયશ નારાયણ જાધવ (પેરા ઓલિમ્પિક), સંદીપ (પેરા એથલેટિક્સ), મનીષ નરવાલ (પેરા શૂટિંગ). 

દ્રોણાચાર્ચ લાઇફ ટાઇમ એવોર્ડનું લિસ્ટ આ પ્રકારે છેઃ ધર્મેન્દ્ર તિવારી (આર્ચરી), પુરૂષોત્તમ રાય (એથલેટિક્સ), શિવ સિંહ (બોક્સિંગ), રોમેશ પાઠાનિયા (હોકી), કૃષ્ણ કુમાર હુડા (કબડ્ડી), વિજય ભાલચંદ્ર મુનિશ્વર (પાવર લિફ્ટિંગ), નરેશ કુમાર (ટેનિસ), ઓમ હાદિયા (રેસલિંગ).

દ્રોણાચાર્ય રેગ્યુલર કેટેગરી એવોર્ડનું લિસ્ટ આ પ્રકારે છે- યોગેશ માલવીય (મલખંબ), જસપાલ રાણા (શૂટિંગ), કુલદીપ કુમાર હાંડૂ (વુશૂ) અને ગૌરવ ખન્ના (પેરા બેડમિન્ટન)

ધ્યાનચંદ એવોર્ડ: કુલદીપસિંહ ભુલ્લર (એથ્લેટીક્સ), જિન્સી ફિલીપ્સ (એથ્લેટિક્સ), પ્રદીપ શ્રીકૃષ્ણ ગાંધે (બેડમિંટન), ત્રૃપ્તિ મુગર્ડે (બેડમિંટન), એન. ઉષા (બોક્સીંગ), લાખા સિંઘ (બોક્સીંગ), સુખવિન્દર સિંઘ સંધુ (ફૂટબલ), અજિતસિંહ (હોકી), મનપ્રીતસિંહ (કબડ્ડી), જે.કે. રણજીત કુમાર (પેરા એથ્લેટીક્સ), સત્યપ્રકાશ તિવારી (પેરા બેડમિંટન), મનજીત સિંઘ (રોઇંગ), સ્વ. સચિન નાગ (સ્વિમિંગ), નંદન પી. બાલ (ટેનિસ), નેત્રપાલ હુડા (રેસલિંગ).

કોરોના વાયરસ મહામારીને કારણે પ્રથમવાર એવોર્ડ સમારોહનું આયોજન રાષ્ટ્રીય ખેલ દિવસ પર વર્ચ્યુઅલ  રીતે કરવામાં આવ્યું હતું. પહેલા તેના માટે રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવતું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More