Home> Sports
Advertisement
Prev
Next

IPL Final એ દુનિયામાં Narendra Modi Stadium ની ફજેતી કરી, આ તસવીરો શરમજનક

CSK Vs GT, IPL Final 2023: કરોડો રૂપિયા ખર્ચીને પણ છેલ્લે વરસાદથી પલડેલી પીચ પર પોતા મારવા પડ્યાં. પીચ તો છેલ્લે એશિયન પેઇન્ટસની ખાલી ડોલોથી સાફ કરવામાં આવી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? શું આ રીતે બનાશે વિશ્વગુરુ?

IPL Final એ દુનિયામાં Narendra Modi Stadium ની ફજેતી કરી, આ તસવીરો શરમજનક

CSK Vs GT, IPL Final 2023: વરસાદના વિધ્નને કારણે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખું પાણી-પાણી થઈ ગયું. ત્યારે બુદ્ધિનું પ્રદર્શન તો જુઓ આ લોકો હેર ડ્રાયર અને પોતા લઈને પીચ સુકવતા જોવા મળ્યાં. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને કારણે આબરૂના ધજાગરા થઈ રહ્યાં છે. ચાહકો BCCIને ટ્રોલ કરે છે કારણ કે ગ્રાઉન્ડમેન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચને સૂકવવા માટે સ્પોન્જનો ઉપયોગ કરતા જોવા મળ્યાં. જેને કારણે દુનિયા સામે ભારતની ઈજ્જગતની ફજેતી થઈ ગઈ.

 

 

પીચ પરથી વરસાદી પાણી હટાવવા માટે ગ્રાઉન્ડ સ્ટાફને પોતા મારવાની ફરજ પડી. આ દ્રશ્યો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી દુનિયાએ જોયા અને હાલ તેની મજાક થઈ રહી છે. સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડાવવામાં આવી. વિકાસની વાતો કરતા ગુજરાતમાં શું આવું છે વિકાસનું મોડલ? આટલું મોટું સ્ટેડિયમ બનાવ્યું તો સારી ક્વાલિટીનું સુપર સોકર મશીન કેમ ન વસાવ્યું?

 

 

કેટલાંક યુઝર્સે, તો સોશિયલ મીડિયામાં એ પણ લખ્યું કે કરોડો રૂપિયાની કમાણી કરતી બીસીસીઆઈએ તો દુનિયા સામે ઈજ્જગતના ધજાગરા કર્યાં. આટલાં બધા પૈસા કમાય છે તો જાય છે ક્યાં? સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડાવવામાં આવી. વિકાસની વાતો કરતા ગુજરાતમાં શું આવું છે વિકાસનું મોડલ? આટલું મોટું સ્ટેડિયમ બનાવ્યું તો સારી ક્વાલિટીનું સુપર સોકર મશીન કેમ ન વસાવ્યું?

 

 

પીચ પરથી વરસાદી પાણી હટાવવા માટે ગ્રાઉન્ડ સ્ટાફને પોતા મારવાની ફરજ પડી. આ દ્રશ્યો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી દુનિયાએ જોયા અને હાલ તેની મજાક થઈ રહી છે.  CSK Vs GT, IPL ફાઇનલ: ચાહકો BCCIને ટ્રોલ કરે છે કારણ કે ગ્રાઉન્ડમેન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચને સૂકવવા માટે સ્પોન્જનો ઉપયોગ કરતા જોવા મળ્યાં. 

 

ઉલ્લેખનીય છેકે, આઈપીએલની ફાઈનલમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોચ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાતની ટીમે 20 ઓવરમાં બોલરોના છોતરા પાડીને પહાડ જેવો 215 રનનો સ્કોર ખડકી દીધો હતો. GT દ્વારા નિર્ધારિત 215 રનના ટાર્ગેટનો પીછો કરવા CSK જ્યારે બહાર આવ્યું ત્યારે બીજી ઇનિંગ દરમિયાન ભારે વરસાદ પાછો ફર્યો. માત્ર ત્રણ બોલ પછી, મેદાન પરના અમ્પાયરોએ ફોન કરીને રમત બંધ કરવી પડી હતી. વરસાદ ફરી બંધ થઈ ગયો પરંતુ અત્યંત ભીનું આઉટફિલ્ડ હજુ પણ મેચ ચાલુ રહેવા દેતું ન હતું.

 

 

ગ્રાઉન્ડસમેન પીચોને સૂકવવા માટે સ્પોન્જનો ઉપયોગ કરી રહ્યા હતા અને તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી અને આખા સોશિયલ મીડિયાએ BCCIને સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ હોવા છતાં યોગ્ય ટેક્નોલોજી ન આપવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સારા સુપર સોકર મશીનના અભાવે ગ્રાઉન્ડ સ્ટાફ પાણી ઉલેચવા અને પીચ સુકવવા માટે પોતા મારતો જોવા મળ્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More