Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019 MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાનારી ફાઇનલ પહેલા જાણો નંબર ગેમ

મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા છે ચેન્નઈનો કેપ્ટન એમએસ ધોની છે અને જે પણ ટીમ વિજેતા બનશે તેનો કેપ્ટન અને ટીમ ટાઇટલનો ચોગ્ગો ફટકારશે. આવો જાણીએ બંન્ને ટીમો વચ્ચે રમાનારા ફાઇનલ મેચ પહેલા નંબર ગેમ વિશે..... 
 

IPL 2019 MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાનારી ફાઇનલ પહેલા જાણો નંબર ગેમ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનનો અંત મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાનારી ફાઇનલ ફાઇટની સાથે થઈ જશે. આ મુકાબલો રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા છે તો ચેન્નઈનો કેપ્ટન એમએસ ધોની છે અને જે પણ ટીમ જીતશે તેનો કેપ્ટન અને ટીમ ટાઇટલનો ચોગ્ગો ફટકારશે. આવો જાણીએ બંન્ને ટીમો વચ્ચે રમાનારી ફાઇનલ મેચ પહેલા નંબર ગેમ વિશે... 

મુંબઈ vs ચેન્નઈ નંબર્સ ગેમ
3 વખત આ પહેલા બંન્ને ટીમો ફાઇનલમાં ટકરાય ચુકી છે જેમાં બે વખત મુંબઈ અને એકવાર ચેન્નઈએ જીત મેળવી છે.
3 વખત આ સિઝનમાં બંન્ને ટીમો વચ્ચે મુકાબલો રમાયો અને દરેક મેચમાં મુંબઈએ બાજી મારી
7 વખત અત્યાર સુધી ચેન્નઈએ સૌથી વદુ ફાઇનલ રમી છે, જેમાં ત્રણવાર તેને સફળતા હાથ લાગી
આજે તેની આઠમી ફાઇનલ હશે
મુંબઈ પાંચ વખત ફાઇનલમાં પહોંચ્યું, ત્રણ વખત ટાઇટલ જીત્યું
125 રન ચેન્નઈએ 2013માં મુંબઈ વિરુદ્ધ બનાવ્યા હતા, જે આઈપીએલ ફાઇનલમાં અત્યાર સુધીનો ન્યૂનતમ સ્કોર છે 

IPL 2019 Final: MI અને CSK હશે આમને-સામને, બની રહ્યાં છે આ 3 ગજબ સંયોગ 

આ સિઝનમાં બંન્ને ટીમોએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યાં 

ચેન્નઈ સુપર કિંગ્સ
5 હજાર રન આઈપીએલમાં પૂરા કરનાર ચેન્નઈનો સુરેશ રૈના પ્રથમ ખેલાડી બન્યો. લીગના પ્રથમ મેચમાં તેણે આ સિદ્ધિ હાસિલ કરી લીધી
70 રન પર બેંગલોરની ટીમ લીગના પ્રથમ મેચમાં આઉટ થઈ ગઈ જે ચેન્નઈ વિરુદ્ધ આઈપીએલમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે
24 વિકેટ ઇમરાન તાહિરે ઝડપી છે. તેણે રબાડાની સર્વાધિક 25 વિકેટની બરોબરી કરવા માટે વધુ એક વિકેટની જરૂર. 

IPL 2019: ફાઇનલ આજે, ચોથી વખત કોણ બનસે સરદાર?

મુંબઈ ઈન્ડિયન્સ
100 જીત આઈપીએલમાં નોંધાવનારી મુંબઈ પ્રથમ ટીમ બની. ચેન્નઈ વિરુદ્ધ મેચમાં તેણે આ સિદ્ધિ હાસિલ કરી. તેણે અત્યાર સુધી 108 મેચ જીતી છે
198 રન મુંબઈએ પંજાબ વિરુદ્ધ બનાવ્યા જે લક્ષ્યનો પીછો કરતા આઈપીએલમાં તેનો સૌથી મોટો સ્કોર છે
6 વિકેટ અલ્ઝારી જોસેફે 12 રન આપીને ઝડપી જે આઈપીએલમાં કોઈપમ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More