Home> Sports
Advertisement
Prev
Next

અભિષેક નાયરે ક્રિકેટના તમામ ફોર્મેટને કહ્યું અલવિદા

નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 5749 રન બનાવ્યા અને 173 વિકેટ મેળવી છે. નાયરે લગભગ દોઢ દાયકાના પોતાના કરિયર દરમિયાન ડોમેસ્ટિક સ્તરની ટોપ ટીમોમાં સામેલ મુંબઈને ઘણી મેચોમાં વિજય અપાવ્યો છે. 
 
અભિષેક નાયરે ક્રિકેટના તમામ ફોર્મેટને કહ્યું અલવિદા

મુંબઈઃ મુંબઈના અનુભવી ઓલરાઉન્ડર અભિષેક નાયરે ક્રિકેટના તમામ ફોર્મેટમાથી સંન્યાસ લઈ લીધો છે. નાયરે બુધવારે કહ્યું, 'મને મારા ક્રિકેટ કરિયરથી સંતોષ છે... આટલા બધા ક્રિકેટરો હાજર છે, જે તે સ્થિતિમાં પહોંચવા ઈચ્છે છે જે સ્થિતિમાં આજે હું છું. મને આટલા લાંબા સમય સુધી રમવાની તક મળી, તેના માટે માત્ર આભાર વ્યક્ત કરી શકુ છું. મને કોઈ રંજ નથી હું ખુશ છું.'

નાયરે માત્ર ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. મુશ્કેલ સ્થિતિમાં ટીમને બહાર લાવનાર મુંબઈના સંકટમોચકના રૂપમાં ઓળખાતા 36 વર્ષના નાયરે 103 પ્રથમ શ્રેણીની મેચોમાથી મોટા ભાગની મુંબઈની ટીમ માટે રમી છે. 

BCCIમા નવો અધ્યાય શરૂ, સૌરવ ગાંગુલીએ પોતાની ટીમ સાથે સંભાળી જવાબદારી

નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 5749 રન બનાવ્યા અને 173 વિકેટ મેળવી છે. નાયરે લગભગ દોઢ દાયકાના પોતાના કરિયર દરમિયાન ડોમેસ્ટિક સ્તરની ટોપ ટીમોમાં સામેલ મુંબઈને ઘણી મેચોમાં વિજય અપાવ્યો છે. 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More