Home> Sports
Advertisement
Prev
Next

MS Dhoni Retirement Plan: ચેન્નાઈમાં રમીશ છેલ્લી ટી-20...' જશ્નની વચ્ચે MS ધોનીનું વચન

આઈપીએલ પુરી થયા બાદ મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાની સાથે ટી20 વર્લ્ડકપમાં વ્યસ્ત રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે ચેન્નાઈ સુપર કિંગના મેનેજમેન્ટએ ભવ્ય જશ્ન મનાવ્યો હતો. તે દરમિયાન એમએસ ધોનીએ મોટા સંકેત પણ આપી દીધા છે.

MS Dhoni Retirement Plan: ચેન્નાઈમાં રમીશ છેલ્લી ટી-20...' જશ્નની વચ્ચે MS ધોનીનું વચન

નવી દિલ્હી: IPL 2021નો એવોર્ડ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ એ શનિવારે ચેન્ન્ઈમાં જશ્ન મનાવ્યો. આઈપીએલ પુરી થયા બાદ મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાની સાથે ટી20 વર્લ્ડકપમાં વ્યસ્ત રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે ચેન્નાઈ સુપર કિંગના મેનેજમેન્ટએ ભવ્ય જશ્ન મનાવ્યો હતો. તે દરમિયાન એમએસ ધોનીએ મોટા સંકેત પણ આપી દીધા છે.

એમએસ ધોનીએ અહીંના કાર્યક્રમમાં પોતાના ભવિષ્યને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી અને જણાવ્યું હતું કે તે પોતાની છેલ્લી ટી20 મેચ ચેન્નાઈમાં જ રમવા માંગે છે. ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટને કહ્યું કે, મેં હંમેશા મારા ક્રિકેટનું પ્લાનિંગ કર્યું છે. મારી છેલ્લી ODI મેચ રાંચીમાં હતી, આશા છે કે મારી છેલ્લી T-20 મેચ ચેન્નાઈમાં હશે. તે આવતા વર્ષે થશે કે 5 વર્ષ પછી, તે ખબર નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ઘણા સમય પહેલા અલવિદા કહી ચૂકેલા એમએસ ધોની અત્યારે આઈપીએલમાં રમી રહ્યા છે. તેમની આગેવાનીમાં ટીમે આઈપીએલ 2021નો કપ જીત્યો, ભલે એમએસ ધોની પોતાના બેટથી કંઈ વધારે સારું પ્રદર્શન કરી શક્યા ન હોય, પરંતુ તેમણે એક ઈનિંગમાં પોતાની ટીમ માટે ફિનિશ કરી, સાથે કેપ્ટશશિપના મામલે આખા વિશ્વમાં તેમનો જોટો જડે તેમ નથી.

એવામાં પ્રશંસકો ઈચ્ચે છે કે એમએસ ધોની વધુ એક સીઝન રમે, કારણ કે આઈપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થનાર છે, એવામાં ધોનીએ અગાઉ કહ્યું હતું કે મને ખબર નથી કે કઈ રીતના નિયમ બને છે, બીસીસીઆઈના નિર્ણય પર ઘણું નિર્ભર રહેશે. જોકે, હવે કોઈ પણ ટીમ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં સૌથી વધુ ત્રણ ભારતીય હોવા જોઈએ.

ચેન્નાઈમાં શનિવારે સીએસકે ની જીતનો જશ્ન ઘણો ભવ્ય હતો. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, ચેન્નાઈ સુપર કિંગ અને ઈન્ડિયા સીમેંટ્સના માલિક એન. શ્રીનિવાસન, બીસીસીઆઈ સચિવ જય શાહ સહિત અન્ય ઘણા મોટા લોકોએ આ જશ્નમાં ભાગ લીધો. ચેન્નાઈ સુપર કિંગના ઘણા સિતારાઓને અહીં સમ્માનિત કરવામાં આવ્યા હતા.

એમએસ ધોનીએ અહીં એવું જણાવ્યું હતું કે, ચેન્નાઈ સુપરકિંગની લોકપ્રિયતા માત્ર ચેન્નાઈ, તમિલનાડુ જ નહીં, પરંતુ આખા દેશમાં ફેલાયેલી છે. જ્યારે આપણે સાઉથ આફ્રિકા,, યૂએઈમાં રમ્યા ત્યારે પણ લોકો અહીં આપણા સપોર્ટમાં આવ્યા. એમએસ ધોનીએ કહ્યું જ્યારે બે વર્ષ અમે રમ્યા નહોતા, ત્યારે પણ પ્રશંસકોએ અમને તેમના દિલમાં જીવતા રાખ્યા અને આ અમારી સૌથી મોટી તાકાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More