Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025: BCCI આ નિયમમાં ફેરફાર કરશે તો આગામી વર્ષે રમશે ધોની! આઈપીએલને લઈ આવ્યું મોટું અપડેટ

MS DHONI IPL 2025: આઈપીએલ 2025નું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે, કારણ કે મેગા ઓક્શન પહેલા કેટલા ખેલાડીઓને રિટેન કરવા આ મુદ્દે બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી વચ્ચે બેઠક થવાની છે. આ બેઠક પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. 

IPL 2025: BCCI આ નિયમમાં ફેરફાર કરશે તો આગામી વર્ષે રમશે ધોની! આઈપીએલને લઈ આવ્યું મોટું અપડેટ

MS DHONI IPL 2025: આઈપીએલ 2024 સમાપ્ત થયા બાદ ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ તે આવ્યો કે ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં. તેણે પોતાની જગ્યાએ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ક્રિકેટર જગતમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ધોની ફરી પીળી જર્સી પહેરશે કે ટીમમાં કોઈ નવી ભૂમિકામાં જોવા મળશે.

ધોનીએ અપાવી છે પાંચ ટ્રોફી
રમતના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાઓ છતાં ચેન્નઈમાં ધોનીના વારસાને નકારી શકાય નહીં. 2008માં ચેન્નઈ સુપર કિંગ્સની સ્થાપના બાદ ધોની ફ્રેન્ચાઇઝીની સફળતાની પાછળ રહ્યો છે. તેની આગેવાનીમાં ટીમે પાંચ વખત ટ્રોફી જીતી છે. પોતાની રણનીતિઓ અને કેપ્ટનશિપ દ્વારા ધોનીએ ચેન્નઈને આઈપીએલની એક મજબૂત ટીમ બનાવી છે. 

બીસીસીઆઈના નિર્ણય પર બધાની નજર
ક્રિકબઝના તાજેતરના રિપોર્ટ અનુસાર આઈપીએલ 2025માં ચેન્નઈ સુપરકિંગ્સની સાથે ધોનીનું ભવિષ્ય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક મહત્વપૂર્ણ નિર્ણય પર ટકેલું છે. મુખ્ય કારણ મેગા ઓક્શન પહેલા ખેલાડીઓ કેટલા રિટન થશે તેની મંજૂરી પર છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. જો આ નિયમ યથાવત રહ્યો તો ધોનીની વાપસીની સંભાવના ખુબ ઓછી છે. 

આ પણ વાંચોઃ 34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટ

આ ખેલાડી કરી શકે છે રિટેન
રિપોર્ટ પ્રમાણે ધોની આ સીઝનમાં રિટેન કરવા માટે મુખ્ય વિકલ્પોમાંથી નથી. રિટેન કરવા માટે પસંદગીના ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, શ્રીલંકાનો મથીશા પથિરાના અને શિવમ દુબેની આશા છે. જો રિટેન કરવાની મર્યાદા પાંચ કે છ ખેલાડીઓ પર સેટ થાય છે તો ધોની રિટેન થઈ શકે છે. પરંતુ જો રિટેન્શનની સંખ્યા ચાર પર સીમિત રહે છે તો ચેન્નઈની રણનીતિ યુવા પ્રતિભાઓ અને વર્તમાન મુખ્ય ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે, જેનાથી સંભવતઃ ધોનીને મેન્ટરિંગની ભૂમિકામાં રાખવામાં આવી શકે છે. 

બીસીસીઆઈનો નિર્ણય
રિટેન્શનની સંખ્યા પર અંતિમ નિર્ણય 31 જુલાઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝી માલિકોની સાથે બીસીસીઆઈની બેઠક દરમિયાન લેવામાં આવશે. આ નિર્ણય ચેન્નઈ સહિત દરેક ટીમો માટે મહત્વપૂર્ણ હશે. રિટેન્શનની મર્યાદા ન માત્ર ધોનીની સંભવિત વાપસીને પ્રભાવિત કરશે, પરંતુ મેગા ઓક્શનમાં ટીમની તૈયારીઓ પર અસર કરશે. આ નિયમ વધુ રિટેન્શનની મંજૂરી આપે છે તો ધોની પ્લેઇંગ ઈલેવનમાં પોતાનું સ્થાન યથાવત રાખી શકે છે. જો તેમ ન થાય તો ધોની આગામી સીઝનમાં મેન્ટરના રૂપમાં જોવા મળી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More