Home> Sports
Advertisement
Prev
Next

ટી20 ક્રિકેટમાં ધોનીની 'બેવડી સદી', માહીએ પોતાના નામે કર્યો નવો રેકોર્ડ

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં કેચની બેવડી સદી પૂરી કરી છે. ટી20 ક્રિકેટમાં 200 કેચ લેનાર ધોની વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. 
 

ટી20 ક્રિકેટમાં ધોનીની 'બેવડી સદી', માહીએ પોતાના નામે કર્યો નવો રેકોર્ડ

મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બનાવી લે છે. 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર માહીએ ભારત માટે છેલ્લી મેચ 2019માં રમી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પણ ધોની મેદાનમાં ધમાલ મચાવી રહ્યો છે. ધોનીએ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે 8 બોલમાં બે સિક્સ સાથે  અણનમ 21 રન ફટકાર્યા હતા. 

આ મેચમાં ધોનીએ વિકેટકીપિંગમાં પણ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. માહી ટી20 ક્રિકેટમાં 200 કેચ ઝડપનાર વિશ્વનો પ્રથમ કીપર બની ગયો છે. દિલ્હી વિરુદ્ધ ધોનીએ શાર્દુલ ઠાકુર અને રોવમેન પોવેલનો કેચ લીધો હતો. શાર્દુલના કેચની સાથે ધોનીએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 200 કેસ પૂરા કરી લીધા છે. ધોનીએ 2006માં આફ્રિકા વિરુદ્ધ પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. 

આ પણ વાંચોઃ સંયોગ કરી રહ્યો છે ઈશારો, આ વખતે પણ IPL 2022 ફાઇનલમાં જરૂર પહોંચશે આરસીબી, જાણો કેમ  

ધોનીએ 347 મેચમાં 200 કેચ લેવાની સિદ્ધિ મેળવી છે. ટી20માં ધોની બાદ સૌથી વધુ કેચ લેવા મામલે દિનેશ કાર્તિકનો નંબર આવે છે. કાર્તિકે અત્યાર સુધી 299 ટી20 મેચમાંકીપિંગ કરી અને તેમાં 182 કેચ ઝડપ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનના કીપર કામરાન અકમલનો નંબર આવે છે. અકમલે 282 મેચમાં 172 કેચ લીધા છે. 

આઈપીએલમાં પણ ધોનીના નામે રેકોર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધોનીએ સૌથી વધુ 129 કેચ લીધા છે. તેણે આ લીગમાં સૌથી વધુ શિકાર કર્યા છે, જેમાં 39 સ્ટમ્પિંગ પણ સામેલ છે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ ધોની વિકેટની પાછળ શિકાર કરવામાં પ્રથમ નંબર પર છે. ધોનીએ 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 91 શિકાર કર્યા છે, જેમાં 57 કેસ અને 34 સ્ટમ્પિંગ છે. 64 શિકાર સાથે ડિ કોક બીજા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More