Home> Sports
Advertisement
Prev
Next

Mohit Sharma Statement: હાર્દિક પંડ્યા નહીં આ ખેલાડીને મિસ કરી રહી છે ગુજરાત ટાઈટન્સ, મોહિત શર્માએ કર્યો ખુલાસો

ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ટીમ મોહમ્મદ શમીને મિસ કરી રહી છે. તેના હોવાથી ટીમનું પ્રદર્શન અલગ લેવલ પર હોય છે.

Mohit Sharma Statement: હાર્દિક પંડ્યા નહીં આ ખેલાડીને મિસ કરી રહી છે ગુજરાત ટાઈટન્સ, મોહિત શર્માએ કર્યો ખુલાસો

ચેન્નઈઃ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 63 રનથી હાર બાદ સ્વીકાર કર્યો કે મોહમ્મદ શમી જેવા બોલરની ભરપાઈ કરવી ખુબ મુશ્કેલ છે. ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર શમી ઈજા બાદ સાજો થઈ રહ્યો છે અને આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. શમી બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે. તે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર રહ્યો હતો. 

મોહિત શર્માએ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ બાદ સંવાદદાતાઓને કહ્યું- કોઈપણ ટીમને શમી જેવા બોલરની ખોટ પડશે અને તમે તેની ભરપાઈ કોઈ અન્ય ખેલાડીથી ન કરી શકો. પરંતુ ઈજા પર કોઈનું નિયંત્રણ નથી અને તમારે તેની સાથે આગળ વધવાનું છે. તેણે કહ્યું- જ્યાં સુધી ગુજરાત ટાઈટન્સની વાત છે સ્પેન્સર (જોનસન) અને અઝમતુલ્લાહ (ઉમરઝઈ) નું આ પ્રથમ વર્ષ છે. તે અત્યાર સુધી વધુ ક્રિકેટ રમ્યા નથી તેથી આપણે તેની સાથે ધૈર્ય રાખવું જોઈએ અને પરિણામ પર વધુ ધ્યાન આપવું ન જોઈએ.

આ પણ વાંચોઃ Shivam Dube ની તોફાની ફિફ્ટીએ ધોનીનું જીતી લીધું દિલ, સોશિયલ મીડિયા પર રિએક્શન વાયરલ

સુપર કિંગ્સે છ વિકેટ પર 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેમાં ઓપનિંગ બેટર રુતુરાજ ગાયકવાડ (46) અને રચિન રવીન્દ્ર (46) તથા શિવમ દુબે (51) એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાઈટન્સના બોલરો મોંગા સાબિત થયા હતા. ઉમેશ યાદવે બે ઓવરમાં 27 રન તો રાશિદ ખાને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. 

રાશિદ ખાનને બે સફળતા જરૂર મળી હતી. મોહિતે કહ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા પાવરપ્લેમાં વધુ રન બનાવવાને કારણે મોટી હારનો સામનો કરવો પડ્યો. તેણે કહ્યું (ચેન્નઈની રણનીતિ) માં વધુ અંતર નથી. જ્યારે હું સુપર કિંગ્સ માટે રમતો હતો ત્યારે પણ આમ થતું હતું અને તે સામાન્ય રીતે પાવરપ્લેમાં વધુ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. પાવરપ્લે બાદ સુપર કિંગ્સનો સ્કોર 1 વિકેટે 69 રન હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More