Home> Sports
Advertisement
Prev
Next

PICS: ભાગ્યનો મળ્યો ભરપૂર સાથ અને મોતના મુખમાંથી પાછા આવ્યા આ 5 ક્રિકેટર્સ

વર્લ્ડ ક્રિકેટમાં અનેક ખેલાડીઓ છે જેમણે મોતને ખુબ નજીકથી જોયું છે. આ ક્રિકેટર્સને જો ભાગ્યનો સાથ ન મળ્યો હોત તો આજે કદાચ આપણી વચ્ચે જીવતા પણ ન હોત. ભયાનક અકસ્માતોમાંથી આ ક્રિકેટર્સ હેમખેમ સાજા થઈને ક્રિકેટના મેદાન પર પરત ફર્યા. આવો જાણીએ આ ક્રિકેટર્સ વિશે...

PICS: ભાગ્યનો મળ્યો ભરપૂર સાથ અને મોતના મુખમાંથી પાછા આવ્યા આ 5 ક્રિકેટર્સ

નવી દિલ્હી: વર્લ્ડ ક્રિકેટમાં અનેક ખેલાડીઓ છે જેમણે મોતને ખુબ નજીકથી જોયું છે. આ ક્રિકેટર્સને જો ભાગ્યનો સાથ ન મળ્યો હોત તો આજે કદાચ આપણી વચ્ચે જીવતા પણ ન હોત. ભયાનક અકસ્માતોમાંથી આ ક્રિકેટર્સ હેમખેમ સાજા થઈને ક્રિકેટના મેદાન પર પરત ફર્યા. આવો જાણીએ આ ક્રિકેટર્સ વિશે...

મોહમ્મદ શમી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી 2018માં દહેરાદૂનથી નવી દિલ્હી આવતી વખતે એક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં શમીની આંખની ઉપર માથાના ભાગમાં ઈજા થઈ હતી. ટાંકા પણ આવ્યા હતા. આ  દુર્ઘટના વખતે શમી તથા તેની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલતો હતો. જો કે શમીએ સાજા થઈને મેદાન પર શાનદાર વાપસી કરી હતી. 

fallbacks

બ્રુસ ફ્રન્ચ
બ્રુસ ફ્રન્ચે ઈંગ્લેન્ડ માટે પોતાની 3 વર્ષની કરિયરમાં 16 ટેસ્ટ અને 13 વનડે રમી હતી. બ્રુસે એક નહીં પરંતુ સતત દુર્ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. 1987-88માં પાકિસ્તાનના પ્રવાસ પર અભ્યાસ કરતી વખતે ભીડમાંથી એક દર્શકે જ્યારે બોલ પાછો આપ્યો તો તે બોલ ખેલાડીના માથા પર વાગ્યો અને તેને તરત હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં પહોંચીને તે દરવાજે જ હતા ત્યાં તેમની કારનો અકસ્માત થયો. ત્યારબાદ પણ બધુ ઠીક ન રહ્યું અને જ્યારે બ્રુસ હોસ્પિટલમાં હતો ત્યારે ડોક્ટરના રૂમમાં તેના માથા પર લાઈટ પડી. કારણ કે તે ખુરશીમાંથી ઉભો થવાની કોશિશ કરી રહ્યો હતો. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના ઈંગ્લેન્ડના 1985-86ના પ્રવાસમાં ટહેલતી વખતે તેને એક કૂતરાએ બચકું ભરી લીધુ હતું. અત્રે જણાવવાનું કે બ્રુસે નિવૃત્તિ લીધા બાદ ઈંગ્લેન્ડની ટીમને કોચિંગ સેવા આપી હતી. 

fallbacks

કરુણ નાયર
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કરુણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાનું કારનામું કર્યું છે. સહેવાગ બાદ નાયરે 2016માં ચેન્નાઈમાં રમાયેલી એક મેચમાં ત્રેવડી સદી મારી હતી. આ જ વર્ષે કરુણ નાયર એક  દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. જુલાઈ 2016માં તે કેરળમાં રજા ગાળી રહ્યો હતો. કરુણ તેના સગાવ્હાલા સાથે પમ્પા નદી પર એક નાવડીમાં અરનમુલા મંદિર જઈ રહ્યો હતો. પરંતુ નાવડી દુર્ઘટનાગ્રસ્ત થઈ અને કરુણને થોડે સુધી તરીને જવું પડ્યું. જો કે આસપાસના સ્થાનિકોએ તેને બચાવી લીધો. આ દુર્ઘટનામાં કરુણ નાયરે તેના  અનેક સંબંધીઓને ગુમાવ્યા હતા. 

fallbacks

ઓશાને થોમસ
વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓશાને થોમસનો ફેબ્રુઆરી 2020માં જમૈકામાં મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં થોમસની કાર સંપૂર્ણ રીતે પલટી ગઈ હતી અને તેને અફરાતફરીમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. તે સમયે ડોક્ટરોએ ઓશાને થોમસને ઘરે જ આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ થોમસે જલદી રિકવરી કરી અને ક્રિકેટના મેદાન પર વાપસી કરી. 

fallbacks

નિકોલસ પૂરન
નિકોલસ પૂરનને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. જાન્યુઆરી 2015માં નિકોલસ પૂરન ભયંકર અકસ્માતનો ભોગ બન્યા બાદ ચાલી પણ શકતો ન હતો. નિકોલસ પૂરનને ત્રિનિદાદમાં રોડ અકસ્માતમાં ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો અને બે પગની સર્જરીમાંથી પસાર થવું પડ્યું. નિકોલસ પૂરનને મહિનાઓ સુધી વ્હીલચેરમાં રહેવું પડ્યું હતું. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More