Home> Sports
Advertisement
Prev
Next

સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાત

Sania Mirza And Mohammed Shami Wedding Rumors : સાનિયા મિર્ઝા અને મોહંમદ શામીના લગ્નની અફવાઓ વચ્ચે શામીએ મૌન તોડ્યું, આખરે આ મુદ્દે ખૂલીને બોલ્યો ભારતીય બોલર 

સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાત

Mohammed Shami on Sania Mirza: હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાના બ્રેકઅપના સમાચાર તેમના ફેન્સ માટે ચોંકાવનારા બન્યા છે. ત્યારે પ્લેયર્સની લવ લાઈફમાં હાલ અફવાઓનું બજાર ગરમ છે. વધુ એક ક્રિકેટરના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યાં છે. ક્રિકેટર મહંમદ સામી અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જલ્દી લગ્ન કરવાના છે, તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. હવે આ હકીકત છે કે અફવા તે તો સમય આવ્યે ખબર પડશે, પરંતુ હાલ ફેન્સ તેમની જોડીના મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ માહિતી અનુસાર, 20 ઓગસ્ટના રોજ સાનિયા મિર્ઝા અને ક્રિકેટર મોહંમદ સામી લગ્ન કરવા જઈ રહ્યાં છે. તેમની કપલ તરીકેની ફેક તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. ત્યારે ખુદ મહંમદ શામીએ અફવા પર નિવેદન આપીને પૂર્ણવિરામ મૂક્યું છે. 

છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝાની સાથે મોહંમદ શમી લગ્ન કરવાના છે, તે અફવાઓએ ચર્ચા જગાવી હતી. જેના પર સાનિયાના પિતાએ કહ્યું હતું કે, જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે બિલકુલ બકવાસ છે. ત્યારે હવે આ મુદ્દે મોહંમદ શામી તરફથી રિએક્શન આવ્યું છે. શુભંકર મિશ્રાના યુટ્યુબ શો પર વાત કરતા શમીએ કહ્યું કે, આવી જે પણ ખબર છે, તે મારા માટે કોઈ નવી વાત નથી, જેના પર હું રિએક્ટ કરી શકું. આવી ખબર હું જોઉ છું, પણ તેને બહુ મહત્વ નથી આપતો. જો હિંમત હોય તો તેને વેરિફાઈડ એકાઉન્ટથી શેર કરીને બતાવો, તો હું માનું. 

અંબાણી લગ્નની અંદર કી બાત! મહેમાનો વચ્ચે ઘટી હતી આ 9 ઘટનાઓ, અંદરના સ્ટાફે ભાંડો ફોડ્

શમીએ કહ્યું કે, આ બિલકુલ અજીબ છે, આ મુદ્દે હવે હું શું કહું. હું એટલુ જ કહેવા માંગીશ કે આવી ખોટી ખબરોને આગળ સુધી ન લઈ જવી જોઈએ. હું માનું છું કે, મીમ્સ હોવા જોઈએ, પરંતુ તેમાં કોઈ ખોટી વાત ન કરવી જોઈએ, પરંતું ખોટી વાતનો લઈને અફવા ફેલાવવી ખોટી વાત છે. 

ભારતના દિગ્ગજ બોલરે આગળે કહ્યું કે, જુઓ, તમે મીમ્સ બનાવીને મજાક ઉડાવી શકો છો, પંરતુ બીજાની જિંદગી પર મીમ્સ બનાવવા ખોટી વાત છે. તમારે સમજી-વિચારીને મીમ્સ બનાવવા જોઈએ. આ બહુ જ ખોટું છે. હિંમત હોય તો વેરિફાઈડ એકાઉન્ટ પરથી આવા મીમ્સ શેર કરીને બતાવો, તો હું પણ બતાવીશ. 

fallbacks

હકીકતમા, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના હાલ પાંચ મહિના પહેલા જ ડિવોર્સ થયા છે. તે પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક સાથે પરણી હતી, પરંતું શોએબ મલિક સાથે ડિવોર્સ લઈને સાનિયા મિર્ઝા પરત ભારત ફરી છે. 

 

નીલ ચંદ્ર પર ઉતર્યો ત્યારે તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? વિજ્ઞાનીઓને ફરી શરૂ કરવી

તો બીજી તરફ, મોહંમદ શામીના પણ વર્ષ 2018 માં પત્ની હસીન જહાથી તલાક થયા હતા. હાલમાં આ બંને ભારતીય પ્લેયરના તલાક થઈ ચૂક્યા છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, આ બંને ભારતીય પ્લેયર્સ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

ચર્ચા છે કે, મોહંમદ શામી અને સાનિયા મિર્ઝા એકબીજાને છુપાઈ છુપાઈને ડેટ કરી રહ્યાં છે. બંને છુપાઈ છુપાઈને લોકોને ખબર ન પડે એ રીતે મળી રહ્યાં છે. જોકે, હજી આ મામલે કોઈ કન્ફર્મ સમાચાર આવ્યા નથી. 

ત્યારે અફવાઓ વચ્ચે 20 ઓગસ્ટના રોજ સાનિયા મિર્ઝા અને મોહંમદ સામી લગ્ન કરશે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)

ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More