Home> Sports
Advertisement
Prev
Next

CWC 2019: વનડે વિશ્વ કપમાં સ્ટાર્કનો નવો રેકોર્ડ, ત્રણ વખત 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર

વિશ્વ કપ 2019ની ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્ક અત્યાર સુધી કુલ 24 વિકેટ ઝડપી ચુક્યો છે. 

CWC 2019: વનડે વિશ્વ કપમાં સ્ટાર્કનો નવો રેકોર્ડ, ત્રણ વખત 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આ વિશ્વકપમાં તોફાની બોલિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેણે ઘાતક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી અને ટીમને 85 રને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 9.4 ઓવરમાં માત્ર 26 રન આપી અને પાંચ વિકેટ ઝડપી હતી. વિશ્વકપ 2019મા તેણે અત્યાર સુધી 7 મેચોમાં 24 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે પાછલા વિશ્વ કપમાં પોતાના 22 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 2015ના વિશ્વ કપમાં સ્ટાર્કે 22 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

વિશ્વ કપમાં રચ્યો ઈતિહાસ 
મિશેલ સ્ટાર્કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપ્યા બાદ વનડે વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ એવો બોલર બની ગયો જેણે ત્રણ વખત પાંચ કે ચેથી વધુ વિકેટ ઝડપી છે. વિશ્વ કપ 2019મા બીજીવાર સ્ટાર્કે બીજીવાર પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલા સ્ટાર્કે વિન્ડીઝ વિરુદ્ધ 46 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટાર્કે 43 રન આપીને ચાર સફળતા મેળવી હતી. શ્રીલંકા વિરુદ્ધ તેણે 55 રન આપીને ચાર વિકેટ લીધી હતી. 

INDvsENG CWC 2019: રિષભ પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વકપમાં કર્યું પર્દાપણ, જોતો રહી ગયો કાર્તિક 

આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો સ્ટાર્ક 
એક વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ગ્રાના નામે નોંધાયેલો છે. 2007 વિશ્વ કપમાં મેક્ગ્રાએ કુલ 26 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક હવે આ વિશ્વકપમાં બે વિકેટ ઝડપશે તો તેની બરોબરી કરી લેશે અને ત્રણ વિકેટ ઝડપતા મેક્ગ્રાનો રેકોર્ડ તોડી દેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More