Home> Sports
Advertisement
Prev
Next

ICC Men's FTP '23-'27: આઈસીસીએ જાહેર કર્યો 5 વર્ષનો કાર્યક્રમ, 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી20 મેચ રમાશે

ICC Men's FTP '23-'27 વચ્ચે થનાર ફ્યૂચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. આ કેલેન્ડરની ખાસ વાત છે કે આ વખતે ટેસ્ટ મેચોની સંખ્યાને વધારવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બે વખત ટેસ્ટ સિરીઝ રમશે. 

ICC Men's FTP '23-'27: આઈસીસીએ જાહેર કર્યો 5 વર્ષનો કાર્યક્રમ, 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી20 મેચ રમાશે

નવી દિલ્હીઃ આઈસીસી મેન્સ ક્રિકેટ માટે 2023-27 વચ્ચે ફ્યૂચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. આ કાર્યક્રમમાં દ્વિપક્ષીય સિરીઝ સિવાય આઈસીસી ઇવેન્ટને પણ સામેલ કરવામાં આવી છે. આ કેલેન્ડરમાં આઈસીસીના 12 ફુટ ટાઇમ મેમ્બર કુલ 777 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જે પાછલી ટૂરની તુલનામાં વધુ છે. તેમાં 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી20 મેચ સામેલ છે. આ કેલેન્ડરની ખાસ વાત છે કે તેમાં બોર્ડર-ગાવસ્કર મેચોની સિરીઝના બે સેટ્સ છે. 

મેન્સ ફ્યૂચર ટૂર પ્રોગ્રામની ખાસ વાતો
- પાછલા પ્રોગ્રામની તુલનામાં વધુ મેચ રમાશે.
- વધુ સંખ્યામાં રમાશે ટેસ્ટ મેચ
- ઈંગ્લેન્ડ 22, ઓસ્ટ્રેલિયા 21 અને ભારત 20 ટેસ્ટ મેચ રમશે.
- આ કેલેન્ડરમાં રમાશે 5 મોટી આઈસીસી ઈવેન્ટ.

આ સિરીઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે. પ્રથમ સેટમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે જ્યારે બીજા સેટમાં ભારત પોતાના ઘરમાં રમશે. 2023-2025માં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે જ્યારે 2025-2027માં ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવશે. 30 વર્ષમાં પ્રથમવાર થશે જ્યારે બંને ટીમો 5-5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ હપહેલા 1992માં પાંચ ટેસ્ટની સિરીઝ રમાઈ હતી. આ કેલેન્ડમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત વધુ ટેસ્ટ મેચ રમશે. 

આ કેલેન્ડરમાં હશે 5 મોટી આઈસીસી ઈવેન્ટ
આ કેલેન્ડરમાં 5 મોટી આઈસીસી ઈવેન્ટ હશે, જેની શરૂઆત આગામી વર્ષે ક્રિકેટ વિશ્વકપથી શરૂ થઈ જશે. આ સિવાય 2024મા વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએ ટી20 વિશ્વકપની યજમાની કરશે. 2025 પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. 2026માં શ્રીલંકા અને ભારત સંયુક્ત રૂપથી આઈસીસી ટી20 વિશ્વકપની યજમાની કરશે. 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં વિશ્વકપ રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More