Home> Sports
Advertisement
Prev
Next

PKL: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને દિલ્હી દબંગ વચ્ચેની પ્રથમ મેચ ટાઈ પડી

ગુજરાતની સંરક્ષણ હરોળ પણ સમાન રીતે સજજ હતી. પરવેશ બેઈનસ્વાલે પૂરવાર કર્યું હતું કે તે શા માટે ઉત્તમ ડિફેન્ટર ગણાય છે. સાતમી મિનિટે તેણે જાયન્ટસને પ્રથમ ઓલ આઉટ સુધી લઈ ગયો હતો. હાફ ટાઈમના સમયે  17-12 હતો. 

PKL: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને દિલ્હી દબંગ વચ્ચેની પ્રથમ મેચ ટાઈ પડી

નવી દિલ્હી: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે તેની પ્રો કબ્બડી લીગ સિઝન -6ની દિલ્હી દબંગ સાથેની  રોમાંચક મેચનો  ટાઈ સ્થે પ્રારંભ કર્યો છે. ચેન્નાઈ ખાતે  મંગળવારે યોજાયેલી ઝોન બી મેચમાં બંને ટીમ 32-32 પોઈન્ટથી બરાબરી કરતાં મેચ ટાઈ પડી હતી. જાયન્ટસે તેનો દબંગ સામે અપરાજીત રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. સિઝન પાંચમાં યોજાયેલી ત્રણે મોચમાં તેમને દબંગને હરાવ્યું હતું. 

ગત સીઝનના ફાઇનલિસ્ટ્સ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે આ સીઝનને હકારાત્મક નોંધ પર શરૂ કરી હતી. કોચ મનપ્રિત સિંઘે કેપ્ટન સુનિલ કુમારની સાથે કે. પ્રપંજન, રૂતુરાજ કોરાવી, પરવેશ બૈશવાલ રોહિત ગુલીયા, કે અરસન અને સ્ટાર રેઈડર સચીન તનવરને મેદાનમાં ઉતારી સૌને અચરજમાં મુકી દીધા હતા.

પ્રપંજન સ્થાનિક ખેલાડી છે. તેણે  બે પોઈન્ટની રેડ સાથે ગુજરાતનુ ખાતુ ખોલાવ્યું હતું અને પરફેકટ ડુબકી સાથે ત્રીજી મિનીટે પરત આવી ગયો હતો.  સચિન તનવર કે જેને ગઈ સિઝનમાં ઉત્તમ નવા ખેલાડી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો તેણે બોનસ અને રેઈડ પોઈન્ટસના મિશ્રણ વડે  બધાને અચરજમાં મુકવાનુ ચાલુ રાખ્યું હતું.

ગુજરાતની સંરક્ષણ હરોળ પણ સમાન રીતે સજજ હતી. પરવેશ બેઈનસ્વાલે પૂરવાર કર્યું હતું કે તે શા માટે ઉત્તમ ડિફેન્ટર ગણાય છે. સાતમી મિનિટે તેણે જાયન્ટસને પ્રથમ ઓલ આઉટ સુધી લઈ ગયો હતો. હાફ ટાઈમના સમયે  17-12 હતો. 

ગુજરાત આ મેચમાં સતત આગળ રહ્યું હતુ પણ કમનસીબે તેણે છેલ્લી પાંચ મિનીટમાં પોતાનો પ્લોટ ઘુમાવ્યો અને દિલ્હી 28-21 થી  32-32 સુધી પહોંચીને મેચ ખતમ કરી શક્યું હતું. કેપ્ટન સુનિલ કુમારને તેમણે મેળવેલા 5 પોઈન્ટ બદલ મેચના ઉત્તમ ડિફેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More