Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics: Boxing માં Mary Kom એ માર્યું મેદાન, જીત સાથે શાનદાર શરૂઆત

મેરી કોમ કોઈ ઓળખાણની મોહતાજ નથી. ભારતમાં મહિલા એથ્લેટ્સમાં તે એક મિસાલ છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેના નામે 8 મેડલ છે. અને હવે તે વધુ એક મેડલ તરફ આગળ વધી રહી છે. કેમ કે ટોક્યો ઓલિમ્પિક્સમાં તેણે પહેલા રાઉન્ડમાં ડોમિનિકાની મુક્કેબાજ મિગુએલિના હર્નાડેઝને 4-1થી હાર આપી છે. તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ગઈ છે. મેરી કોમનો હવે પછીનો મુકાબલો 29 જુલાઈએ થશે. જ્યાં તે કોલંબિયાની ત્રીજી ક્રમાંકિત વાલેન્સિયા વિક્ટોરિયા સામે ટકરાશે.

Tokyo Olympics: Boxing માં Mary Kom એ માર્યું મેદાન, જીત સાથે શાનદાર શરૂઆત

ટોક્યો: મેરી કોમ કોઈ ઓળખાણની મોહતાજ નથી. ભારતમાં મહિલા એથ્લેટ્સમાં તે એક મિસાલ છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેના નામે 8 મેડલ છે. અને હવે તે વધુ એક મેડલ તરફ આગળ વધી રહી છે. કેમ કે ટોક્યો ઓલિમ્પિક્સમાં તેણે પહેલા રાઉન્ડમાં ડોમિનિકાની મુક્કેબાજ મિગુએલિના હર્નાડેઝને 4-1થી હાર આપી છે. તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ગઈ છે. મેરી કોમનો હવે પછીનો મુકાબલો 29 જુલાઈએ થશે. જ્યાં તે કોલંબિયાની ત્રીજી ક્રમાંકિત વાલેન્સિયા વિક્ટોરિયા સામે ટકરાશે.

 

લંડનમાં જીત્યો હતો બ્રોન્ઝ મેડલ:
તે અત્યાર સુધી ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પહેલી અને એકમાત્ર મહિલા બોક્સર છે. 2012 લંડનમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કેટલાં એવોર્ડ મેરી કોમના નામે:
મેરી કોમના નામે 6 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે. તેણે પોતાનું પહેલું વર્લ્ડ ચેમ્પિયનશીપ ટાઈટલ 20 વર્ષ પહેલાં 2001માં જીત્યું હતું. 6 વખતની મેરી કોમે દરેક મોટી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં તે હજુ સુધી ગોલ્ડ મેડલ જીતી શકી નથી. પરંતુ ટોક્યો ઓલિમ્પિક્સમાં તે ગોલ્ડ મેડલ જીતીને ભારતનો ગોલ્ડનો દુકાળ દૂર કરવાનો પ્રયાસ કરશે.

મજૂર પરિવારમાં આવે છે મેરી કોમ:
મેરી કોમનો જન્મ 24 નવેમ્બર 1982માં મણિપુરના ચુરાચાંદપુરમાં થયો હતો. તે એક ખેડૂત પરિવાર સાથે સંબંધ રાખે છે. તેનું પ્રારંભિક શિક્ષણ લોકટક ક્રિશ્વિયન મોડલ હાઈસ્કૂલમાં ધોરણ 6 સુધી અને સેન્ટ ઝેવિયર કેથલિક સ્કૂલમાં 8 ધોરણ સુધી થયું. ત્યારબાદ ધોરણ-9 અને ધોરણ 10ના અભ્યાસ માટે તેને ઈમ્ફાલની આદિમજાતિ હાઈસ્કૂલમાં લઈ જવામાં આવી. જોકે તે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી શકી નહીં.

મેરી કોમનો પરિવાર:
મેરી કોમના પિતા એક ગરીબ ખેડૂત હતા. તેની માતા શાલ વણવાનું કામ કરતા હતા. પોતાના 4 ભાઈ-બહેનમાં તે સૌથી મોટી હતી. ખેતરમાં કામ કરતાં કરતાં તે પોતાના ભાઈઓ અને બહેનોની દેખરેખ રાખતી હતી. મેરી કોમે ત્યારબાદ ઓન્લર કોમ સાથે લગ્ન કર્યા. મેરી કોમ બે જુડવા બાળકોની માતા છે.

મેરી કોમની સિદ્ધિઓ:
1. 2009માં પહેલીવાર નેશનલ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપ જીતી
2. અત્યાર સુધી 10 રાષ્ટ્રીય સ્તરે ટાઈટલ જીત્યા
3. ભારત સરકારે 2003માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરી
4. વર્ષ 2006માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
5. 21 જુલાઈ 2009માં ભારતના સર્વોચ્ય સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત
6. 6 વખત વિશ્વ ચેમ્પિયશીપ જીતનારી મહિલા બની ઈતિહાસ રચ્યો
7. 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

RBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More