Home> Sports
Advertisement
Prev
Next

મલેશિયા ઓપન : સ્ટાર શટલર શ્રીકાંત પહોંચ્યો સેમિ ફાઇનલમાં

સ્ટાર ભારતીય શટલર કિદાંબી શ્રીકાંતે મલેશિયા ઓપન ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

મલેશિયા ઓપન : સ્ટાર શટલર શ્રીકાંત પહોંચ્યો સેમિ ફાઇનલમાં

નવી દિલ્હી : સ્ટાર ભારતીય શટલર કિદાંબી શ્રીકાંતે મલેશિયા ઓપન ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શુક્રવારે વર્લ્ડ નંબર-7 શ્રીકાંતે ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝને માત આપી દીધી છે. શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-22 બ્રાઇસ લેવરડેઝને સીધી ગેમમાં 21-18, 21-14થી હરાવ્યો. આ સ્પર્ધા 39 મિનિટ સુધી ચાલી હતી. 

હવે સેમિફાઇનલમાં શ્રીકાંતનો સામનો જાપાનના વર્લ્ડ નંબર - 11 કેંતો મોમોતા સાથે થશે. કેંતોએ ચીનના વર્લ્ડ નંબર-4 ટિન ચેન ચોઉને 21-19, 21-11થી હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાની છે. શ્રીકાંત-મોમોતા વચ્ચે અત્યાર સુધી આઠ મુકાબલા થયા છે જેમાં મોમોતાએ 5-3થી સરસાઈ મેળવી છે. 

આ સિવાય પીવી સિંધુ પણ આજે ક્વાર્ટર ફાઇનલની સ્પર્ધામાં ઉતરશે. તેનો સામનો સ્પેનની વર્લ્ડ નંબર-6 કૈરોલિના મારિન સાથે થશે. વર્લ્ડ નંબર-3 સિંધુએ મહિલા સિંગલ્સના બીજા તક્બામાં મલેશિયાની યિંગ યિંગ લીને હરાવી હતી. સિંધુએ માત્ર 32 મિનિટમાં વર્લ્ડ નંબર-39 લીને સીધી ગેમમાં 21-8, 21-14થી હરાવી હતી. 

રમતજગતના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More