Home> Sports
Advertisement
Prev
Next

ભારતીય ટેનિસમાં સુધાર માટે પેસ, ભૂપતિ, સાનિયાએ મળીને કામ કરવું પડશેઃ બેકર

જર્મનીના દિગ્ગજ ટેનિસ પ્લેયર રહેલા બોરિસ બેકરનું માનવું છે કે, ભારતીય ટેનિસના ત્રણેય મોટા ખેલાડીઓ લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાએ પોતાના મતભેદ ભૂલીને દેશમાં આ રમતના સુધારા માટે કામ કરવું પડશે. 

 ભારતીય ટેનિસમાં સુધાર માટે પેસ, ભૂપતિ, સાનિયાએ મળીને કામ કરવું પડશેઃ બેકર

મોનાકોઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી બોરિસ બેકરને લાગે છે કે ભારતીય ટેનિસના ત્રણ મોટા ખેલાડીઓ લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાએ પોતાના મતભેદ ભૂલીને દેશમાં આ રમતના સુધારા માટે કામ કરવું પડશે. છેલ્લા ત્રણ દાયકાથી સિંગલ્સમાં એકપણ વિશ્વ સ્તરીય ખેલાડી નહીં આપનાર ભારતમાં આ રમતના સુધાર વિશે વાત કરતા બેકરે કહ્યું ત્રણેય (ડબલ્સ નિષ્ણાંતો)ને ટેનિસને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરવું પડશે. 

જર્મનીના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, ટેનિસમાં ભારતની સફળતાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. તમારી પાસે મોટી સંખ્યામાં ખેલાડીઓનો પૂલ હોવો જોઈએ. તેમાંથી કોઈ આગળ જઈને ટાઇટલ જીતી શકે. હાલના સમયમાં આમ થતું દેખાતું નથી. આ સાથે હું તે પણ કહીશ કે આપણે થોડી રાહ જોવી જોઈએ. 

તેમણે કહ્યું, ભારતમાં ટેનિસ ખૂબ લોકપ્રિય છે. લગભગ સાનિયા, ભૂપતિ અને પેસ જેવા ખેલાડીઓએ કંઇક કરવાની જરૂર છે. મને ખ્યાલ છે કે, તેની વચ્ચે વિવાદ છે પરંતુ ટેનિસના સ્તરને સુધારવાની આ એક રીત છે. જર્મની અને ફ્રાન્સમાં પણ આવું થાય છે કે પૂર્વ ખેલાડી રમત વહીવટમાં જાય છે. 

ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઈન્ડિયોનો 'ગબ્બર' થયો ઘોડા પર સવાર, જુઓ VIDEO

બેકરે લયમાં ચાલી રહેલા નોવાક જોકોવિચની પ્રશંસા કરતા કહ્યું કે, તે રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી શકે છે. તેમણે કહ્યું કે, આ સર્બિયાના ખેલાડીની પાસે આગામી બે સત્રમાં આ સિદ્ધિ હાસિલ કરવાની તક હશે. ઈજામાંથી વાપસી બાદ જોકોવિચે છેલ્લા ત્રણેય ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યા જેમાં ઓસ્ટ્રેલિયન ઓપનનું રેકોર્ડ સાતમું ટાઇટલ પણ સામેલ છે. ફેડરર 37 વર્ષનો થઈ ગયો પરંતુ હજુ દમદાર રીતે રમે છે. 

દેશ સૌથી પહેલા, વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમે ભારતઃ હરભજન સિંહ

ગ્રાન્ડસ્લેમ ટાઇટલોને 17 વખત જીતનાર રાફેલ નડાલ પણ ઈજામાંથી બહાર આવ્યા બાદ ઓસ્ટ્રલિયન ઓપનના ફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે લોરેસ વિશ્વ પુરસ્કારની તકે કહ્યું, તે વાતની સંભાવના છે કે, જોકોવિચ ફેડરરના રેકોર્ડને તોડી દે પરંતુ તે માટે આકરી મહેનત કરવી પડશે. તે પણ યોગ્ય છે કે, તેણે સતત ત્રણ ટાઇટલ જીત્યા પરંતુ તે પહેલા બે વર્ષ સુધી એકપણ ટાઇટલ કબજે કરી શક્યો નહતો. બેકર 2014થી 2016 સુધી જોકોવિચના કોચ પણ રહ્યાં છે, આ દરમિયાન તેણે 6 ગ્રાન્ડસ્લેમ ટાઇલ જીત્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More