Home> Sports
Advertisement
Prev
Next

લસિથ મલિંગા યોર્કર ફેંકનાર વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ જસપ્રીત બુમરાહ

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના યુવા ફાસ્ટ બોલરે ફ્રેન્ચાઇઝીના પોતાના સાથી ખેલાડી લસિથ મલિંગાને યોર્કર ફેંકવામાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. 
 

લસિથ મલિંગા યોર્કર ફેંકનાર વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ જસપ્રીત બુમરાહ

નવી દિલ્હીઃ ભારતના ટોપ બોલર જસપ્રીત બુમરાહે (Jasprir Bumrah) લસિથ મલિંગા  (Lasith Malinga)ને યોર્કર ફેંકવામાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવતા કહ્યુ કે, શ્રીલંકાના આ અનુભવી ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય સુધી પોતાના બોલ પર પોતાની મહારથનો ઉપયોગ કર્યો છે. 

બુમરાહની ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL)ની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ તેના હવાલાથી ટ્વીટમાં કહ્યું, મલિંગા વિશ્વમાં યોર્કરનો સર્વશ્રેષ્ઠ બોલર છે અને તેણે આટલા લાંબા સમય સુધી તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે.

આધુનિક ક્રિકેટમાં યોર્કર ફેંલનાર સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણાતા 26 વર્ષના આ ભારતીય ફાસ્ટ બોલરે કહ્યુ કે, તેને ક્યારેય અંદાજ નહતો કે કોવિડ-19  (Covid- 19) મહામારીને કારણે બ્રેક બાદ જ્યારેતે પૂર્ણ ટ્રેનિંગમાં વાપસી કરશે તો તેના શરીર પર કેવી અસર પડશે. 

તેણે કહ્યુ, હું સપ્તાહમાં લગભગ છ દિવસ ટ્રેનિંગ કરી રહ્યો છું પરંતુ મેં લાંબા સમયથી બોલિંગ કરી નથી. તેથી મને ખ્યાલ નથી કે જ્યારે બ્રેક બાદ પ્રથમવાર બોલિંગ કરીશ તો શરીર પર તેની શું અસર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More