Home> Sports
Advertisement
Prev
Next

બોલિવૂડના KRKએ IPL મેચ મામલે કર્યો મોટો સવાલ, કહ્યું કે...

કોઈવાર મેચ એટલો રોમાંચક બની જાય છે કે તે જાણે ફિક્સ કરવામાં આવ્યો હોય એવી લાગણી અનુભવાય છે. થોડા વર્ષો પહેલાં આઇપીએલમાં મેચ ફિક્સિંગ તેમજ સટ્ટેબાજીના કિસ્સા પ્રકાશ આવતા એના પર કલંક લાગી ગયું હતું. 

બોલિવૂડના KRKએ IPL મેચ મામલે કર્યો મોટો સવાલ, કહ્યું કે...

નવી દિલ્હી : કોઈવાર મેચ એટલો રોમાંચક બની જાય છે કે તે જાણે ફિક્સ કરવામાં આવ્યો હોય એવી લાગણી અનુભવાય છે. થોડા વર્ષો પહેલાં આઇપીએલમાં મેચ ફિક્સિંગ તેમજ સટ્ટેબાજીના કિસ્સા પ્રકાશ આવતા એના પર કલંક લાગી ગયું હતું. જોકે ગુરુવારે જયપુરમાં રમાયેલી રાજસ્થાન અને ચેન્નાઇની મેચ એટલી રોમાંચક સાબિત થઈ કે બોલિવૂડ કલાકાર કમાલ આર ખાને એક સવાલ કરીને વિવાદનો નવો ફણગો ફોડ્યો છે અને આ મેચની વિશ્વસનીયતા પર સવાલ કર્યો છે. 

આ મેચની અંતિમ ઓવર ભરપુર રોમાંચક હતી જેના કારણે કેઆરકેના મનમાં સવાલો ઉભા થયા છે. આ મેચની છેલ્લી ઓવરમાં ધોની અને જાડેજા ક્રિઝ પર હતા અને ચેન્નાઈને જીતવા માટે 18 રનની જરૂર હતી. આ સમયે બેન સ્ટોક્સ બોલિંગ કરી રહ્યો હતો અને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યો હતો. આ મેચમાં એક તબક્કે ચાર બોલમાં 8 રનની જરૂર ઉભી થઈ હતી.

આ પછી ગજબ ઘટનાક્રમ સર્જાયો. મેચમાં એક તબક્કે ત્રણ બોલમાં આઠ રન કરવાના હતા ત્યારે બે બોલમાં બે-બે રન થયા અને છેલ્લો બોલ વાઇડ થઈ ગયો. આ પછી છેલ્લા બોલમાં સૈંટનરે સિક્સર મારી દીધી. આ રોમાંચક વળાંક અનેક લોકોને ગળે નથી ઉતર્યો જેમાં કેઆરકેનો પણ સમાવેશ થાય છે. તેણે પોતાની ટ્વીટમાં આ મેચ ફિક્સિંગ હોવાનો ઇશારો કરતા લખ્યું છે કે આજના મેચની સ્ક્રિપ્ટ બહુ શાનદાર રીતે લખવામાં આવી છે. આ માટે મેચ (RRvsCSK) ફુલ ટાઇમપાસ હતો, પર્ફેક્ટ." 

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More