Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 લીક! રાહુલે ખોલી દીધું મોટું રાઝ

India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે પત્રકાર પરિષદ કરી અને ટીમની પ્લેઇંગ ઇલેવન પર મોટું નિવેદન આપ્યું છે. 

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 લીક! રાહુલે ખોલી દીધું મોટું રાઝ

નાગપુરઃ India vs Australia Probable Playing 11: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાશે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul)એ આ સિરીઝની શરૂઆત પહેલા પત્રકાર પરિષદ કરી અને ટીમની પ્લેઇંગ 11ને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેએલ રાહુલે (KL Rahul)જણાવ્યું કે ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં ક્યા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. 

આ જગ્યા પર રાહુલ કરી શકે છે બેટિંગ
કેએલ રાહુલ અને શુભમન ગિલ આ સમયે કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવાના મોટા દાવેદાર છે. તેવામાં બેટિંગ ક્રમને લઈને સવાલ પૂછવા પર કેએલ રાહુલે કહ્યુ- જુઓ જો ટીમ મેનજેમેન્ટ ઈચ્છશે કે હું મિડલ ઓર્ડરમાં જઈને બેટિંગ કરૂ તો મને કોઈ પરેશાની નહીં, હું તે કરવા માટે તૈયાર છું. કેએલ રાહુલના આ જવાબથી લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝમાં નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી શકે છે. 

આ પણ વાંચોઃ IND Vs AUS: આ ખેલાડી વગર ટીમ ઈન્ડયાની તાકાત અડધી થઈ, ચોંકાવનારા નામનો ખુલાસો

આટલા સ્પિનર પ્લેઇંગ 11માં થશે સામેલ
ભારતીય પિચ હંમેશાથી સ્પિનરો માટે મદદગાર રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનની પિચ પણ સ્પિનરો માટે મદદગાર રહેશે. તેવામાં કેએલ રાહુલ (KL Rahul)એ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11ને લઈને કહ્યું- હાલ તો અમે તે નક્કી કર્યું નથી કે પ્લેઇંગ ઇલેવન કેવી હશે. હજુ કેટલીક જગ્યા ભરવાની બાકી છે. નાગપુર ટેસ્ટમાં ત્રણ સ્પિનરની સાથે ઉતરવાને લઈને કોઈ પ્રકારની લાલચ નથી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયામાં શરૂઆતી બે મેચો માટે આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સ્પિનર તરીકે સામેલ છે. 

ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

આ પણ વાંચોઃ 1996થી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો રોચક ઈતિહાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More