Home> Sports
Advertisement
Prev
Next

ફ્રેન્ચ ઓપનઃ પ્રથમ રાઉન્ડમાં હાર્યા શ્રીકાંત અને કશ્યપ, પડકાર સમાપ્ત

ભારતના કિદામ્બી શ્રીકાંત અને પારૂપલ્લી કશ્યપ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો છે.  શ્રીકાંતને ચીની તાઇપેના બીજી વરીયતા પ્રાપ્ત ચોઉ તિયેન ચેને 15-21, 21-7, 21-14થી પરાજય આપ્યો હતો.

ફ્રેન્ચ ઓપનઃ પ્રથમ રાઉન્ડમાં હાર્યા શ્રીકાંત અને કશ્યપ, પડકાર સમાપ્ત

પેરિસઃ ભારતના કિદામ્બી શ્રીકાંત અને પારૂપલ્લી કશ્યપ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો છે.  શ્રીકાંતને ચીની તાઇપેના બીજી વરીયતા પ્રાપ્ત ચોઉ તિયેન ચેને 15-21, 21-7, 21-14થી પરાજય આપ્યો હતો. તો કશ્યપ હોંગોંગના એંગ કા લોંગ એંગસ સામે 11-21, 9-21થી હારી ગયો હતો. 

ભારતના સમીર વર્માને જાપાનના કેન્તા નિશિમોતોએ 20-22, 21-18, 21-18 થી હરાવ્યો હતો. હવે પુરૂષ સિંગલમાં એકમાત્ર ભારતીય શુભંકર ડે બાકી છે, જે બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના શેસાર હિરેન આર સામે રમશે. મિક્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ભારતના સાત્વિક સાઇરાજ રાંકિરેડ્ડી અને અશ્વિની પોનપ્પા અને પ્રણાવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડી હારીને બહાર થઈ ગયા હતા. 

રાંકિરેડ્ડી અને પોનપ્પાને ચોથી વરીયતા પ્રાપ્ત કોરિયાના સિયો સિયુંગ જાએ અને ચાઇ યુજુંગે 21-17, 21-18થી હરાવ્યા હતા. તો ચોપડા અને રેડ્ડીને ઈંગ્લેન્ડના ક્રિસ એડકાક અને ગેબ્રિયલ એડકાકે 21-13, 21-18થી પરાજય આપ્યો હતો. 

જુઓ Live TV 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More