Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023ની ફાઇનલમાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ, મોડી રાત સુધી આટલા કરોડ લોકોએ જોઈ મેચ

IPL 2023 Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઇનલ મેચ દરમિયાન, સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર Jio Cinema એ વિશ્વ ડિજિટલ વ્યૂઅરશિપ રેકોર્ડ તોડ્યો છે.

IPL 2023ની ફાઇનલમાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ, મોડી રાત સુધી આટલા કરોડ લોકોએ જોઈ મેચ

IPL 2023 Final 3.2 Crore Viewers: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ  (Chennai Super Kings) ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે રમાઇ હતી. આ મેચ દરમિયાન, IPL 2023ના સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર Jio Cinemaએ સોમવારે વિશ્વ ડિજિટલ વ્યૂઅરશિપ રેકોર્ડ તોડ્યો. આ મેચ રાત સુધી રમાઈ હતી અને કરોડો ચાહકો આ મેચ માટે જાગ્યા હતા.

દર્શકોની સંખ્યાનો વિશ્વ રેકોર્ડ
IPL 2023 ની (IPL 2023) ફાઇનલ મેચ JioCinema પર એક સાથે 32 મિલિયન લોકોએ જોઈ હતી, જે વિશ્વમાં લાઇવ સ્ટ્રીમિંગ ઇવેન્ટની સૌથી વધુ વ્યૂઅરશિપ છે. IPL 2023 ના ક્વોલિફાયર 2 દરમિયાન, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલની શાનદાર સદીના સાક્ષી બનવા માટે Jio સિનેમા પર એક સાથે મેચ જોવા માટે રેકોર્ડ 2.57 કરોડ દર્શકો જોવા માટે આવ્યા હતા.

આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV

ડિઝની હોટસ્ટારનો રેકોર્ડ તૂટી ગયો
IPLના ભૂતપૂર્વ ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ડિઝની હોટસ્ટારે જુલાઈ 2019માં ક્રિકેટ મેચ માટે એક સાથે 25 મિલિયનથી વધુ દર્શકોને આકર્ષ્યા હતા. ઘણા વર્ષો સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. એટલું જ નહીં, 17મી એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાઇ ઓક્ટેન રન ચેઝમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એમએસ ધોનીના CSKને સમર્થન આપવા માટે લગભગ 2.4 કરોડ દર્શકો એકઠા થયા હતા.

ડિજિટલ સ્પોર્ટ્સની દુનિયામાં વૈશ્વિક બેન્ચમાર્ક
Jio સિનેમા ડિજિટલ સ્પોર્ટ્સ જોવાની દુનિયામાં વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરવાનું ચાલુ રાખ્યું છે. આ વર્ષની IPLના પ્રથમ સાત સપ્તાહમાં 1,500 કરોડથી વધુ વીડિયો જોવામાં આવ્યા હતા. IPLની 16મી આવૃત્તિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવીને તેમનું પાંચમું IPL ટાઇટલ જીત્યું હતું.

આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More