Home> Sports
Advertisement
Prev
Next

ICC Hall of Fame 2020ની જાહેરાત, આ ત્રણ દિગ્ગજોને મળ્યું સ્થાન

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી છે કે ICC Hall of Fame 2020ના વિજેતા જેક કાલિસ, ઝહીર અબ્બાસ અને લીસા છે.

ICC Hall of Fame 2020ની જાહેરાત, આ ત્રણ દિગ્ગજોને મળ્યું સ્થાન

નવી દિલ્હીઃ ICC Hall of Fame 2020: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હોલ ઓફ ફેમની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસ સહિત ત્રણ ખેલાડીઓને આ ખિતાબ મળ્યો છે. આ ત્રણ દિગ્ગજોમાં એક મહિલા ખેલાડીને પણ આઈસીસી હોલ ઓફ ફેમ 2020મા સ્થાન આપવામાં આવ્યું છે. આઈસીસીએ કાલિસ સિવાય પાકિસ્તાની દિગ્ગજ ઝહીર અબ્બાસ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર લીલા સ્થેલેકર (Lisa Sthalekar)ને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યાં છે. 

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી છે કે ICC Hall of Fame 2020ના વિજેતા જેક કાલિસ, ઝહીર અબ્બાસ અને લીસા છે. ICC Hall of Fame 2020ની જાહેરાત વેસ્ટ ઈન્ડિઝના એલાન એલન વિલકિન્સ, સુનીલ ગાવસ્કર અને મેલ જોન્સે કરી છે. 

આઈસીસી હોલ ઓફ ફેમ એવોર્ડની શરૂઆતને હજુ વધુ સમય થયો નથી, પરંતુ 90 ખેલાડીઓને આ સન્માન આઈસીસી તરફથી આપવામાં આવી ચુક્યું છે. પાછલા વર્ષે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. માત્ર પુરૂષ જ નહીં, પરંતુ મહિલા ક્રિકેટરોને પણ આ સન્માન આપવામાં આવે છે. 

જેક કાલિક વિશ્વનો પ્રથમ એવો ક્રિકેટર છે, જેણે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં 10-10 હજારથી વધુ રન અને 200-200થી વધુ વિકેટ ઝડપી છે. ઝહીર અબ્બાસની વાત કરીએ તો તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100 સદી ફટકારી છે, જ્યારે સતત પાંચ આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર ખેલાડી છે. તો લીસા 4 વખત વિશ્વકપ (બે ટી20 અને બે વનડે) વિજેતા છે, જ્યારે વિશ્વની પ્રથમ એવી મહિલા ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ ઝડપી હતી. 

જેક કાલિસનું આંતરરાષ્ટ્રીય કરિયર
બેટિંગ ઓલરાઉન્ડર જેક કાલિસે 14 ડિસેમ્બર 1995ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનું ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. આ પ્રવાસ પર જાન્યુઆરી 1996મા વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. કાલિસ 1995થી 2014 સુધી સાઉથ આફ્રિકન ટીમનો સભ્ય હતો. જેક કાલિસે પોતાના દેશ માટે 166 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની 280 ઈનિંગમાં તેણે 13289 રન બનાવ્યા છે, જેમાં 45 સદી અને 58 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં બોલર તરીકે તેણે 292 વિકેટ પોતાના નામે કરી હતી. 23 વખત ટેસ્ટ મેચોમાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે, જે એક રેકોર્ડ છે. 

વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો કાલિસે 328 મેચોની 314 ઈનિંગમાં 53 વખત અણનમ રહેલા 11579 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેણે 17 સદી ફટકારી છે, જ્યારે 86 વખત 50થી વધુ રન બનાવ્યા હતા. એક બોલર તરીકે વનડેમાં પણ કાલિસ સફળ ખેલાડી રહ્યો છે. તેના નામે એકદિવસીય મેચમાં 273 વિકેટ નોંધાયેલી છે. જ્યારે 25 ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 666 રન બનાવ્યા અને 12 વિકેટ ઝડપી હતી. કાલિસ આજે પણ આફ્રિકા માટે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ કારણ છે કે તેને સર્વલાકિન મહાન ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More