Home> Sports
Advertisement
Prev
Next

ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપઃ અંકુર મિત્તલે ડબલ ટ્રેપમાં જીત્યો ગોલ્ડ, ટીમ સ્પર્ધામાં પણ જીત્યો બ્રોન્ઝ

આ અગાઉ 10 મીટર એર પિસ્ટલમાં સૌરભ અને 10 મીટર એર રાઈફલમાં હૃદય હજારિકા પણ ગોલ્ડ જીતી ચૂક્યા છે

ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપઃ અંકુર મિત્તલે ડબલ ટ્રેપમાં જીત્યો ગોલ્ડ, ટીમ સ્પર્ધામાં પણ જીત્યો બ્રોન્ઝ

ચાંગવોન (દક્ષિણ કોરિયા) - ભારતીય શૂટર અંકુર મિત્તલે શનિવારે આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ તેની કારકિર્દીનો સૌથી મોટો વિજય છે. ટૂર્નામેન્ટમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. વર્લ્ડ કપમાં અનેક મેડલ મેળવી ચૂકેલા 26 વર્ષના આ શૂટરે 150માંથી 140 સચોટ નિશાન તાક્યા હતા. ત્યાર બાદ ગોલ્ડ મેડલ માટે શૂટઓફમાં તેની ટક્કર ચીનના યિયાંગ યાંગ અને સ્લોવાકિયાના હુબર્ટ આંદ્રેજેઝ સાથે થયો હતો. 

શૂટઓફમાં ચીનના શૂટરને 4-3થી હરાવીને અંકુરે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. આંદ્રેજેઝને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ અંકુર ટીમ સ્પર્ધામાં પણ મોહમ્મદ અસાબ અને શાર્દુલ વિહાન સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્રણેએ ભેગા મળીને 409 પોઈન્ટ બનાવ્યા હતા, જે મેડલ જીતનારી ઈટાલીની ટીમથી માત્ર બે પોઈન્ટ જ ઓછા છે. ચીને 410 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. દિવસની અન્ય સ્પર્ધાઓમાં બે ભારતીય મહિલા શૂટર અત્યંત ટૂંકા અંતર સાથે પોતાની સ્પર્ધાઓમાં ફાઈનલમાં પહોંચતા રહી ગઈ. 

અંજુમ મુદગિલને મળ્યું 9મું સ્થાન
10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ સાથે 2020 ઓલિમ્પિક ક્વોટામાં સ્થાન મેળવનારી અંજુમ મુદગિલ મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 1170 પોઈન્ટ સાથે 9મા સ્થાને રહી. ટોચના સ્થાને રહેનારી શૂટર્સે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. અંજુમ અને 8મા સ્થાને રહેલી સ્વિટ્ઝરલેન્ડની નીના ક્રિસ્ટેનનો સ્કોર એક સરખો હતો. જોકે, નીનાએ ઈનર 10ના 66 નિશાન લગાવ્યા હતા, જ્યારે અંજુમના ઈનર 10ના 56 નિશાન હતા. 

મનુ ભાકર રહી 10મા સ્થાને 
મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકર 584 પોઈન્ટ સાથે ક્વોલિફાઈંગ સ્પર્ધામાં 10મા સ્થાને રહી. રેપિડ ફાયરના બીજા ક્વોલિફિકેશન બાદ ચાર શૂટર આ સ્કોર પર એક સાથે હતી, જેમાં મનુ ઉપરાંત સિંગાપોરની શીઉ હોંગ તેહ, કતરની અલ્દાના સાદ અલમુબારક, ઈજિપ્તની ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન (10 મી. પિસ્ટલ) અન્ના કોરાક્કીનો સમાવેશ થાય છે. શિઉ અને અલમુરાકે ક્રમશઃ 22ના 21 ઈનર 10ના સ્કોર સાથે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે અન્ના અને અંજુના ક્રમશઃ 19 અને 16 પોઈન્ટ હતા. 

જુનિયર મિક્સ ડબલ્સ ટ્રેપમાં મનીષા કીર અને માનવાદિત્ય સિંહ રાઠોડે ક્વોલિફિકેશનમાં 139 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને ફાઈનલમાં સ્થાન પાકું કર્યું છે. ફાઈનલમાં તેઓ 24 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા. ઈટાલીની ઈરિકા સેસ્સા અને લોરેન્ઝો ફરારીએ રેકોર્ડ 42 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ટૂર્નામેન્ટના સાતમા દિવસે મેડલ ટેલીમાં 7 ગોલ્ડ, 7 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 20 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. કોરિયા પ્રથમ અને ચીન બીજા સ્થાને છે. ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ઓલિમ્પિક માટે બે ક્વોટા સ્થાન પ્રાપ્ત કર્યા છે, જે આ ટૂર્નામેન્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More