Home> Sports
Advertisement
Prev
Next

IPL : 332 ખેલાડીઓની નિલામી આજે, ક્રિકેટરસિયાઓ માટે તમામ જાણકારી એક ક્લિક પર

IPL Auctionમાં 332 જેટલા ખેલાડીઓના નામની હરાજી થશે. આ ખેલાડીઓમાં 186 ભારતીય અને 146 વિદેશી ખેલાડી શામેલ છે

IPL : 332 ખેલાડીઓની નિલામી આજે, ક્રિકેટરસિયાઓ માટે તમામ જાણકારી એક ક્લિક પર

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લિગ 2020 (IPL 2020) માટે ખેલાડીઓની નિલામીનો સમય નજીક આવી ગયો છે. આ નિલામી 19 ડિસેમ્બરે કોલકાતામાં થશે. આ નિલામી બપોરે થશે અને એમાં એક પછી એક 332 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આ ખેલાડીઓમાં 186 ભારતીય અને 146 વિદેશી ખેલાડી શામેલ છે. આ નિલામીની જવાબદારી બ્રિટનના હ્યુઝ એમીએડીસની છે. આ કંપની અત્યાર સુધી લગભગ 2500 હરાજી કરાવી ચુકી છે. 

Kuldeep Yadav : અનોખી સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ બોલર બન્યો

આઇપીએલમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી છે. આમાં પાંચ ટીમ કિંગ્સ XI પંજાબ, કોલકાતા નાઇટરાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તેમજ દિલ્હી કેપિટલ્સ વધારે ખેલાડીઓ પર બોલી લગાવશે. આ તમામ ટીમ પાસે 25 કરોડ રૂપિયા કરતા વધારે પર્સ બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં વધારે બદલાવની સંભાવના નથી. આઇપીએલની દરેક ટીમ માટે મહત્તમ મર્યાદા 82 કરોડ રૂપિયા છે. આમાંથી એ તેટલા જ પૈસા ખર્ચ કરી શકે છે જેટલા તેની પાસે બાકી છે. 

'હિટમેન' રોહિતનો ફરી ધમાકોઃ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી, પોન્ટિંગ નવું નિશાન

આઇપીએલ 2020 (IPL 2020)ના ખાસ મુદ્દા

  • આઇપીએલનું ઓક્શન 19 ડિસેમ્બરે બપોરે 3.30 કલાકે શરૂ થશે. 
  • આઇપીએલ 2020 માટે ખેલાડીઓની નિલામી કોલકાતામાં થશે. 
  • નિલામી માટે કુલ 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 332 શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આમાંથી 73 ખેલાડીઓ પર જ બોલી બોલાશે કારણ કે ટીમ પાસે આટલા જ સ્લોટ ખાલી છે.
  • આઇપીએલ ઓક્શનનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ તેમજ હોટસ્ટાર પર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More