Home> Sports
Advertisement
Prev
Next

IPL 2024: રાહુલે છોડી દેવી જોઈએ LSGની ટીમ, ગોયેન્કાનો ખખડાવતો વીડિયો થયો વાયરલ

KL Rahul Sanjiv Goenka controversy: લખનૌ સુપરજાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ મેચ બાદ પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો. એલજેસીના માલિક સંજીવ ગોએન્કાને જોઈને તે વાતચીત કરવા રોકાયો હતો. જે સમયનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. 

IPL 2024: રાહુલે છોડી દેવી જોઈએ LSGની ટીમ, ગોયેન્કાનો ખખડાવતો વીડિયો થયો વાયરલ

હૈદરાબાદઃ IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ એક વિવાદ સામે આવ્યો જેનાથી ક્રિકેટ ચાહકો હેરાન થઈ ગયા છે. લખનૌની ટીમને આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આમાં લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોએન્કા ટીમના કેપ્ટન કેએલ રાહુલ સાથે એવી રીતે વાત કરતા જોવા મળે છે જેની કોઈ ઉમ્મીદ ના કરી શકે. માનવામાં આવે છે કે હાર બાદ ટીમના માલિક અને કેપ્ટન વચ્ચે ગરમા ગરમી થઈ હતી.

મેચ હાર્યા બાદ લખનઉ સુપરજાયન્ટ્સ (એલએસજી)નો કેપ્ટન કેએલ રાહુલ પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે બંને વચ્ચેની આ વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સંજીવ ગોયન્કા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આ એક વાતચીત છે જેમાં ગોએન્કા બોલી રહ્યા છે. કેપ્ટન રાહુલ કંઈક કહેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગોએન્કા તેની અવગણના કરે છે અને ચાલ્યા જાય છે. બંને વચ્ચે ખરેખર શું થયું તે સ્પષ્ટ નથી. પરંતુ તે ચોક્કસપણે માની શકાય છે કે બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.

આ સમગ્ર વાતચીત દરમિયાન ટીકાકારો કહી રહ્યા છે કે આવી વાતચીત મેદાનમાં અને કેમેરાની સામે ન થવી જોઈએ. આવી વાત કરવી હોય તો પણ મેદાનની બહાર કરવી જોઈએ.

આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી કે કેએલ રાહુલે તરત જ લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ છોડી દેવી જોઈએ. એવા ઘણા લોકો છે જેમણે રાહુલની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. IPL 2024માં લખનૌ સુપરજાયન્ટ્સે 12 માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

તમને જણાવી દઈએ કે સંજીવ ગોયન્કા RPSG ફર્મના ચેરમેન છે. સંજીવ ગોયન્કા IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક પણ છે. ગોએન્કાએ અગાઉ પુણે ફ્રેન્ચાઇઝી રાઇઝિંગ (Rising Pune Supergiant) પૂણે સુપરજાયન્ટ પણ ખરીદી હતી.

રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સની (Rising Pune Supergiant) ટીમ બે વર્ષ સુધી IPLમાં રમી હતી. પહેલા વર્ષ 2016માં એમએસ ધોનીને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ધોની પ્રથમ વર્ષે ટીમને ટાઈટલ અપાવી શક્યો ન હતો. આ પછી ટીમની કેપ્ટન્સી એમએસ ધોની પાસેથી છીનવીને સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More