Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ-11

Qualifier 1, CSK vs GT: IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોની એક ચતુર રણનીતિકાર છે, પરંતુ તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, ત્યારે તેઓ ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલને રોકવાનો ચોક્કસ પ્રયાસ કરશે..

IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ-11

IPL 2023 Qualifier 1 CSK vs GT: IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે સાંજે 7:30 વાગ્યાથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોની એક ચતુર રણનીતિકાર છે, પરંતુ તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, ત્યારે તેઓ ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલને રોકવાનો ચોક્કસ પ્રયાસ કરશે..

આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે શાનદાર મેચ
ગિલે છેલ્લી મેચમાં સદી ફટકારીને વિરાટ કોહલીના સદીના પ્રયાસને પલટી નાખ્યો હતો, જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નાઈ સામેની મેચમાં તમામની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે અને ભારતના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક ધોની ચોક્કસપણે તેના માટે ખાસ રણનીતિ તૈયાર કરશે.

આ પણ વાંચો
આજથી બેંકો થઈ જશે 'ફૂલ ગુલાબી'! 2 હજારની નોટો બદલાવાનું શરૂ, જાણો લેટેસ્ટ અપડેટ
સિદ્ધપુરની પાઈપલાઈનામાંથી મળેલી લાશના ટુકડા લવિનાના હતા, DNA રિપોર્ટમાં થયો ખુલાસો
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!

ચેપોક પિચનો સામનો
ગુજરાત ટાઇટન્સે ચેપોક ખાતે આ સિઝનમાં એક પણ મેચ રમી નથી. જો કે ચેન્નાઈએ અહીં સાત મેચ રમી છે પરંતુ દરેક મેચમાં પિચની પ્રકૃતિ બદલાઈ છે અને તેથી આગામી મેચમાં અનુમાન લગાવવું મુશ્કેલ છે.

હાર્દિક પંડ્યાના રૂપમાં ગુજરાત ટાઇટન્સ પાસે એવો કેપ્ટન  છે જે ધોની જેવો કુશળ રણનીતિકાર ગણાય છે. ગુજરાતની ટીમ પણ ચેન્નાઈની જેમ પ્લેઈંગ 11માં વધુ ફેરફાર કરવામાં રસ ધરાવતી નથી. તેથી, આ મેચ સમાન રણનીતિ ધરાવતી ટીમો વચ્ચે હશે. 

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (c&wk), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થિક્ષાના (ઈમ્પેક્ટ પ્લેયર: મથિશા પથિરાના)

ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટ), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, યશ દયાલ (ઈમ્પેક્ટ પ્લેયર: દાસુન શનાકા)

આ પણ વાંચો
ગરમીમાં કિસમિસનું સેવન શરીર માટે ફાયદાકારક, એકવાર જાણી લો...
Daily Horoscope: મંગળવારે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીના આશીર્વાદ, આજે થશે ધન લાભ
ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો મોટો નિર્ણય, જાણી લો કાલથી 2000ની નોટ ચાલશે કે નહીં?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More