Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023: જર્સીની ડિઝાઇનમાં છુપાયેલો છે ખાસ સંદેશ, ત્રણ અક્ષરો દર્શાવે જીવનના વિભિન્ન રૂપ

Lucknow Super Giants jersey: આ ડિઝાઇન વિશ્વ વિખ્યાત ગ્રાફિક આર્ટિસ્ટ એમ.સી. એશરની વિઝ્યુઅલ આર્ટ્સથી પ્રેરિત છે. આ ડિઝાઇનનો ઉદ્દેશ્ય એક એવો સંદેશ આપવાનો છે જે ક્રિકેટની રમતની પ્રકૃતિની જેમ બોલ્ડ અને સચોટ છે.

IPL 2023: જર્સીની ડિઝાઇનમાં છુપાયેલો છે ખાસ સંદેશ, ત્રણ અક્ષરો દર્શાવે જીવનના વિભિન્ન રૂપ
Updated: Mar 07, 2023, 08:24 PM IST

Lucknow Super Giants: 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની શરૂઆત થઈ રહી છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કોરોના કાળ બાદ આ વખતે આઈપીએલની મેચો હોમ અને અવે ફોર્મેટમાં રમાશે. એટલે કે દરેક ટીમોને પોતાના ઘરઆંગણે પણ સાત મેચ રમવાની તક મળવાની છે. આઈપીએલ-2023 માટે મિની ઓક્શન પણ યોજવામાં આવ્યું હતું. એટલે કે આ વખતે દરેક ટીમોમાં કોઈ નવા ખેલાડીઓ પણ જોવા મળશે. ત્યારે આઈપીએલ ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ પણ બીજી વખત આ ટૂર્નામેન્ટમાં રમવા ઉતરવાની છે.  ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક ડૉ. સંજીવ ગોયન્કા, ટીમ મેન્ટર ગૌતમ ગંભીર તેમજ કેપ્ટન કે.એલ.રાહુલની ઉપસ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટ્સે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૩ માટે ટીમની નવી જર્સીને લૉન્ચ કરી છે. લખનૌ સુપર જાયન્ટ્સ માટેની આ નવી જર્સી ફેશન ડિઝાઈનર કુણાલ રાવલે ડિઝાઇન કરી છે.  તેની ડિઝાઇનમાં ખેલદિલી તેમજ એકતાની મજબૂત ભાવનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જર્સીની ડિઝાઇન યુવા અને આક્રમક લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના ક્રિકેટની રમતના અજોડ જુસ્સા અને અવિરત ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ ડિઝાઇન વિશ્વ વિખ્યાત ગ્રાફિક આર્ટિસ્ટ એમ.સી. એશરની વિઝ્યુઅલ આર્ટ્સથી પ્રેરિત છે. આ ડિઝાઇનનો ઉદ્દેશ્ય એક એવો સંદેશ આપવાનો છે જે ક્રિકેટની રમતની પ્રકૃતિની જેમ બોલ્ડ અને સચોટ છે.  આમાં કલાકારની ગાણિતિક રીતે પ્રેરિત આર્ટવર્કમાંથી સંકેતો લઈને વિગતોથી ભરેલી ભૌમિતિક પ્રિન્ટ દર્શાવે છે. લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)માં તમે જોઈ શકશો કે  એકબીજા સાથે જોડાયેલા ત્રણેય અક્ષરોમાં જીવનના વિભિન્ન રૂપ નજર આવે છે.

​આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ

પ્રથમ લખનૌની કલા, જેમાં લીનિયર સ્ટીચ લાઇન, પેરામેટ્રિક પેટર્ન અને ચિકનકારી કામ આ તમામ રમતગમત અને ડિઝાઇનની આધુનિક દુનિયામાં પરંપરાની ભાવના વ્યક્ત કરવા માટે એક થાય છે. LSG લોગોમાં નવો રજૂ કરવામાં આવેલો વાદળી રંગ તમને પીચની ઉપરના વાદળી આકાશની યાદ અપાવે છે, જે ક્રિકેટ પ્રેમીઓથી ભરેલા ભારતની શાંતિ અને એકતા દર્શાવે છે જે આપણને બધાને સાથે લાવે છે.

જર્સીના જેલ ફોઇલમાં લિમોજેસ બ્લુ કલર જર્સીને શાનદાર અને સમકાલીન સ્પર્શ આપે છે, જ્યારે જર્સીની કિનારી પરનો તેજસ્વી નારંગી રંગ સિગ્નેચર આર્મર બ્લોક લુકમાં અનોખો લુક પ્રદાન કરે છે. એ જ રીતે ટ્રાઉઝરની કિનારીઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જેમાં જર્સીને અંદર કે બહાર ટક કરવામાં આવે છે. તેમાં ગ્રીન કલરનું કોમ્બિનેશન સિમ્પલ અને આકર્ષક લુક આપે છે.

​આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
​આ પણ વાંચો: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
​આ પણ વાંચો: Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે

ડૉ. સંજીવ ગોયન્કા (લખનૌ સુપર જાયન્ટ્સના માલિક) એ કહ્યું કે,  “ક્રિકેટમાં જર્સી માત્ર એક યુનિફોર્મ નથી, પરંતુ બુદ્ધિશાળી ડિઝાઇન, વાઇબ્રન્ટ સ્પોર્ટિંગ સ્પિરિટ અને જટિલ કારીગરીનો સમન્વય છે. આ ખરેખર એક સન્માન અને વિશેષાધિકારની વાત છે કે આજે BCCIના સચિવ શ્રી જય શાહએ અમારા લખનૌ સુપર જાયન્ટ્સની જર્સીનું અનાવરણ કર્યું છે. આ મારો સૌભાગ્ય છે કે અમે લખનૌ અને આખા ઉત્તર પ્રદેશના તમામ લોકોને નવો રંગ, નવો જોશ અને નવો અંદાજ રજૂ કરી શક્યા છીએ જે વિવિધ રંગો અને શૈલીઓના માધ્યમથી અમારી ન્યુ જર્સીમાં  દૃશ્યમાન છે. અમે શ્રેષ્ઠતાના અમારા વચનને પૂર્ણ કરવા માટે આતુર છીએ."

​આ પણ વાંચો: Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો:
  હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા

ગૌતમ ગંભીર (લખનૌ સુપર જાયન્ટ્સના ગ્લોબલ મેન્ટર) એ કહ્યું કે,  “આ ટીમની  નવી જર્સી એ વાતની અભિવ્યક્તિ છે કે કેવી રીતે ફેશન અને રમતની બે અલગ-અલગ દુનિયા એક મંચ પર આવે છે અને ક્રિકેટના બ્રહ્માંડમાં ગ્લેમર સાથે ઊર્જાની નવી લહેર લાવે છે. " કુણાલ રાવલ (ફેશન ડિઝાઈનર) એ કહ્યું - "લખનૌ સુપર જાયન્ટ્સની નવી જર્સી કીટ રમતગમતની ભાવના, એકતા અને ફેશન-ફોરવર્ડ, યુવા ફ્લેરમાં પ્રદર્શનની ભાવનાને ઉત્તેજીત કરે છે. જર્સીને પીચ પરથી આગળ લઈ જઈને અમે અમારી ડિઝાઇનનું પ્રદર્શન કરી રહ્યા છીએ" આ જર્સી  લોન્ચની સાથે ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, મેરઠ, આગ્રા, ગોરખપુર અને ગાઝિયાબાદ શહેરોમાં લાઇવ સ્ક્રીનિંગ, ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશન અને કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે