Home> Sports
Advertisement
Prev
Next

GT vs CSK: ગુજરાતની ટીમને તેના જબરદસ્ત પ્રદર્શનથી થશે આ મોટો ફાયદો, IPL ચેમ્પિયન બનવાની પ્રબળ તક

IPL 2022, GT vs CSK: પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે. હવે તો એ સ્થિતિ છે કે તે પહેલી જ વાર રમવા છતાં આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે.

GT vs CSK: ગુજરાતની ટીમને તેના જબરદસ્ત પ્રદર્શનથી થશે આ મોટો ફાયદો, IPL ચેમ્પિયન બનવાની પ્રબળ તક

IPL 2022, GT vs CSK: પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે. હવે તો એ સ્થિતિ છે કે તે પહેલી જ વાર રમવા છતાં આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં તેણે ધોનીની ટીમને 7 વિકેટથી હરાવી દીધી અને પોઈન્ટ ટેબલમાં પોતાની જગ્યા ટોપ 2ની અંદર પણ પાક્કી કરી લીધી. 

મળશે આ ફાયદો
પોઈન્ટ ટેબલમાં નંબર 2ની જગ્યા પાક્કી...તમને પણ એમ થશે કે વળી આ શું? તો એનો અર્થ એ થયો કે હવે ગુજરાતની ટીમને ફાઈનલમાં જગ્યા બનાવવા માટે બે વાર તક મળશે. ટીમે આ વખતે ભવ્ય પ્રદર્શન કરીને 13 મેચ રમી 20 પોઈન્ટ મેળવી લીધા છે. રવિવારે ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં ઓપનર રિદ્ધિમાન સાહાએ સારું પ્રદર્શન કર્યું. 

આ બાજુ ચેન્નાઈની વાત કરીએ તો આઈપીએલમાં પહેલીવાર એવું બન્યું છે કે સીએસકેએ કોઈ પણ સીઝનમાં 9 મેચમાં હાર ભોગવવી પડી. ચેનાનાઈએ આ વખતની સીઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે જેમાંથી ફક્ત 4 મેચમાં ટીમ જીતી છે. બાકીની મેચમાં હારનો સામનો કરવો પડ્યો. હવે એક મેચ બાકી છે. જે રાજસ્થાન રોયલ્સ સામે 20મી મેના રોજ રમાશે. 

સાહાની મસ્ત ઈનિંગ
ગુજરાત ટાઈટન્સ માટે ઓપનર ઋદ્ધિમાન સાહાએ 67 રનની અણનમ ઈનિંગનું યોગદાન આપ્યું જે ટીમને જીત સુધી લઈ ગઈ. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 134નો ટાર્ગેટ ગુજરાતની ટીમને આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે તેને 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો. સાહા ઉપરાંત શુભમન ગિલે 18, મેથ્યુ વેડે 20 રન કર્યા. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડને બાદ કરતા કોઈ કમાલ કરી શક્યું નહીં. ઋતુરાજે 53 રન કર્યા. જો કે આ ઈનિંગ પણ ટી20 ફોર્મેટ પ્રમાણે ધીમી કહી શકાય. કેપ્ટન ધોની માત્ર 7 રન કરીને આઉટ થઈ ગયો. જ્યારે શિવમ દુબે તો ખાતું પણ ખોલી શક્યો નહીં. 

ચેન્નાઈની ટીમ આમ તો પહેલેથી જ આઈપીએલ 2022ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવામાં તેને આ મેચો દ્વારા પોતાનો રેકોર્ડ સારો કરવાની ઉત્તમ તક હતી. આ જ કારણે ટીમમાં 4 ફેરફાર કરાયા હતા અને નવા ખેલાડીઓને તક અપાઈ હતી. પરંતુ આ ફેરફાર કોઈ કામે લાગ્યો નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More