Home> Sports
Advertisement
Prev
Next

MI vs RCB: મેચ દરમિયાન વિરાટ કોહલીએ સૂર્યકુમારની સાથે કરી એવી હરકત, થઈ રહી છે ટીકા


બુધવાર 28 ઓક્ટોબરે રમાયેલા મુકાબલામાં બેંગલોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર જીત હાસિલ કરી હતી. 

MI vs RCB: મેચ દરમિયાન વિરાટ કોહલીએ સૂર્યકુમારની સાથે કરી એવી હરકત, થઈ રહી છે ટીકા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવને તક મળવાની આશા હતી પરંતુ આ વખતે પણ તેને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો. આ પસંદગી બાદ મેચ રમવા ઉતરેલા સૂર્યકુમારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આરસીબી વિરુદ્ધ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન કોહલીએ સૂર્યકુમારની સાથે એવી હરકત કરી જેની ખુબ ટીકા થઈ રહી છે. 

બુધવાર 28 ઓક્ટોબરે રમાયેલા મુકાબલામાં બેંગલોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર જીત હાસિલ કરી હતી. સૂર્યકુમાર યાદવે 43 બોલમાં અણનમ 79 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી હતી. આ ઈનિંગ દરમિયાન કંઈક એવું જોવા મળ્યું જે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે આશા કરવામાં આવતી નથી. 

કોહલીએ સૂર્યકુમાર સાથે કર્યું સ્લેજિંગ
બુધવારે રમાયેલા મુકાબલામાં મુંબઈની ઈનિંગની 13મી ઓવરમાં ડેલ સ્ટેનના અંતિમ બોલને સૂર્યકુમારેય એક્સ્ટ્રા કવર તરફ ફટકાર્યો. કોહલીએ બોલને ઉઠાવ્યો અને ત્યારબાદ તે સીધો સૂર્યકુમાર તરફ ચાલ્યો ગયો. બંન્નેએ એકબીજા સામે જોયું પરંતુ કોહલીની હરકત આ બેટ્સમેનને દબાવવાની હતી. વીડિયો જોતા ખ્યાલ આવે છે કે કોહલી સૂર્યકુમારને સ્લેજિંગ કરી રહ્યો છે. બંન્ને વચ્ચે કોઈ વાત ન થઈ અને કોહલીની આ હરકતની સૂર્યકુમારની બેટિંગ પર કોઈ અસર પડી નહીં. 

ભારત સામે વનડે-ટી20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, કેમરન ગ્રીનને મળી તક  

ટ્વિટર પર વિરાટની ટીકા
વિરાટનું આ રીતે સૂર્યુકમારની પાસે જઈને તેને ધમકાવવાનો પ્રયાસ લોકોને પસંદ આવ્યો નહીં. તેના પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આવી રહી છે. બધાનું તે માનવુ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હોવાને નાતે તેણે કોઈપણ ખેલાડી સાથે આમ કરવું જોઈએ નહીં. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More