Home> Sports
Advertisement
Prev
Next

જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો

IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. 

જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો

નવી દિલ્હી: IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને પાંચમીવાર ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. 

IPL 2020 Final: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન

કોવિડ-19ના કારણે બીસીસીઆઈને આઈપીએલના આયોજનમાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કોરોનાના કારણે જ મુંબઈને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ચેમ્પિયન બનવા છતાં મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 10 કરોડ રૂપિયા જ ઈનામની રકમ મળી છે. જે પ્રાઈઝ મનીથી 50 ટકા ઓછી રકમ છે. આ બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમને પણ ફક્ત 6.25 કરોડ રૂપિયાની રકમ અપાઈ છે. 

ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમોને 5-5 કરોડ રૂપિયાની ઈનામની રકમ મળી. કોરોના વાયરસના પગલે ટુર્નામેન્ટ 6 મહિના મોડી શરૂ થઈ અને મેદાન પર દર્શકોની એન્ટ્રી પર  પ્રતિબંધ હોવાના કારણે આઈપીએલથી થનારી કમાણી પણ ખુબ ઓછી થઈ છે. 

આ બાજુ ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદના કારણે વિવો આઈપીએલના ટાઈટલ સ્પોન્સરશીપમાંથી પણ ખસી ગઈ જેના કારણે બીસીસીઆઈને ભારે નુકસાન થયું. જ્યાં વિવો સાથે 450 કરોડ રૂપિયાનો વાર્ષિક કરાર થયો હતો ત્યાં નવા સ્પોન્સર ડ્રીમ ઈલેવને બીસીસીઆઈને એક સીઝન માટે 200 કરોડ રૂપિયા જ આપ્યા. 

13 વર્ષમાં માત્ર આ ટીમોએ જીતી છે IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સનું પૂરુ લિસ્ટ

બીસીસીઆઈએ આ બધા નુકસાનના કારણે પ્રાઈઝ મનીમાં 50 ટકાનો ઘટાડો કરવો પડ્યો. આ અગાઉ આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા. જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ, ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને આવનારી ટીમોને 10-10 કરોડ રૂપિયા મળતા હતા. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More