Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: KKRvsSRH: લો સ્કોરિંગ મેચમાં કોલકત્તા જીત્યું, હૈદરાબાદનો સતત બીજો પરાજય


ઈન્ડિયન પ્રીમિયર લીગની 8મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરી હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. 
 

IPL 2020: KKRvsSRH: લો સ્કોરિંગ મેચમાં કોલકત્તા જીત્યું, હૈદરાબાદનો સતત બીજો પરાજય

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 8મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 7 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે મનીષ પાંડે (51)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 142 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમે યુવા બેટ્સમેન શુભમન ગિલની અડધી સદીની મદદથી કોલકત્તાએ 18 ઓવરમાં 3 વિકેટે 145 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

શુભમન ગિલની અણનમ અડધી સદી
હૈદરાબાદે આપેલા સામાન્ય લક્ષ્નો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની ટીમને પ્રથમ ઝટકો સુનીલ નરેનના રૂપમાં લાગ્યો હતો. તેને ખલીલ અહમદે આઉટ કર્યો હતો. નરેને બે બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ નીતીશ રાણા સારી બેટિંગ કરી રહ્યો હતો તેણે 13 બોલમાં 26 રન બનાવ્યા, તેની ઈનિંગનો અંત ટી નટરાજને કર્યો હતો. તે સાહાના હાથે કેચઆઉટ થયો હતો. કેપ્ટન દિનેશ કાર્તિક રાશિદ ખાનની ઓવરમાં LBW આઉટ થયો હતો. 

કોલકત્તાએ 53 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ યુવા ઓપનર શુભમન ગિલ અને ઇયોને મોર્ગને એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટીમને જીત અપાવી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 62 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન બનાવી અણનમ રહ્યો હતો. તો મોર્ગને 29 બોલમાં 3 ચોગ્ગાઅને 2 છગ્ગા સાથે 42 રન બનાવ્યા હતા. 

સનરાઇઝર્સ હૈદરાબાદની ઈનિંગ
હૈદરાબાદના તોફાની ઓપનર જોની બેયરસ્ટોને માત્ર 5 રન પર પેટ કમિન્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તે બોલ્ડ આઉટ થયો હતો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ 10મી ઓવરમાં ડેવિડ વોર્નરને આઉટ કરીને બીજો ઝટકો આપ્યો હતો. વોર્નરે 30 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. 

મનીષ પાંડેએ બે વિકેટ પડ્યા બાદ સાહા સાથે મળીને ટીમને સંભાળી સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. 35 બોલ પર 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી પાંડેએ અડધી સદી પૂરી કરી હતી. તે 51 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. ટીમને ચોથઓ ઝટકો સાહાના રૂપમાં લાગ્યો તે 30 રન બનાવી આઉટ થયો હતો. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More