Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: KKR અને RRના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઈંગ XIમાં તક

આપીએલ 2020 (IPL 2020)ની મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)થી થશે. રાજસ્થાન રોયલ્સે સીઝનમાં રમેલી તેમની બંને મેચ જીતી છે. તેમની અગાઉની મેચમાં રાજસ્થાને ઇતિહાસ રચ્યો હતો

IPL 2020: KKR અને RRના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઈંગ XIમાં તક

દુબઇ: આપીએલ 2020 (IPL 2020)ની મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)થી થશે. રાજસ્થાન રોયલ્સે સીઝનમાં રમેલી તેમની બંને મેચ જીતી છે. તેમની અગાઉની મેચમાં રાજસ્થાને ઇતિહાસ રચ્યો હતો. કિગ્સ ઈલેવન પંજાબના ખેલાડી રાજસ્થાને 224 રનનો પીછો કર્યો હતો અને આઇપીએલના ઇતિહાસમાં 226 રન બનાવી સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ત્યારે કોલકાતાને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં તેણે સારુ પ્રદર્શન કરી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

આ પણ વાંચો:- French Open: જોકોવિચનો આસાન વિજય, બીજા રાઉન્ડમાં પહોંચ્યો

કોલકાતા નાઈટરાઈડર્સ
કોલકાતા નાઈટરાઇડર્સ જો આઇપીએલમાં તેમનું અભિયાન પાટા પર બનાવી રાખવા માગે છે તો તેમને સારા ફોર્મમાં ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સને હરાવવું પડશે. કેકેઆરને રોયલ્સની બરાબરી કરવા અથવા તેનાથી આગળ નીકળવા માટે તેમનો સૌથી મોટો સ્ટાર આંદ્ર રસેલ અને ઇગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ઈયોન મોર્ગનને તેમનું શાનદાર પ્રદર્શન કરવું પડશે.

ગત મેચમાં કોલકાતા માટે એક સારી વાત એ છે કે, પેટ કમિન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલી મેચમાં રન આપ્યા બાદ તેની ટીકા થઇ રહી હતી. જેણે તેને બીજી મેચમાં શાંત કરી હતી. ત્યારે યુવા શિવમ માવીએ તેની બંને મેચોમાં પ્રભાવિત કરી છે. કમલેશ નાગરકોટી અને આંદ્ર રસેલ પણ ટીમમાટે ઉપયોગી રહ્યાં છે.

આ પણ વાંચો:- RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

સ્પિનમાં કુલદીપ યાદવ અને સુનીલ નરેન ઉપરાંત વરૂણ ચક્રવર્તીને પણ તક મળી હતી. અગાઉની મેચમાં કોલકાતાએ એક વધારાનો બોલર રમ્યો હતો અને તે જોવાનું રહ્યું કે તે આ મેચમાં પણ આ જ વ્યૂહરચના અપનાવે છે.

કોલકાતા નાઈટ રાઇડર્સ સંભવિત રમતા ઇલેવન: શુબમન ગિલ, સુનીલ નારાયણ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન / વિકેટકીપર), ઇઓન મોર્ગન, આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી

કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ: દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), આંદ્ર રસેલ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, પ્રખ્યાત કૃષ્ણા, રિંકુ સિંઘ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પેટ કમિન્સ, ઇયોન મોર્ગન, વરૂણ ચક્રવર્તી, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક, અલી ખાન.

આ પણ વાંચો:- KKRvsRR Match Preview: શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સને પડકાર આપવા ઉતરશે કોલકત્તા

રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન સ્ટીવ સ્મિથ, સંજૂ સેમસન અને રાહુલ તેવતિયા શાનદાર ફોર્મમાં છે. કિંગ્સ ઇલેવન પંજાબની સામે સંજૂ સેમસન, કેપ્ટન સ્ટીવ સ્મિથે 50 રનની ભાગીદારી કરી હતી. સેમસને 42 બોલમાં 85 રન બનાવ્યા હતા અને કપ્ટન સ્મિથે 27 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્યારે હરિયાણાના ઓલરાઉન્ડર તેવતિયાએ કિંગ્સ ઇલેવનની સામે ગત મેચમાં 31 બોલમાં 53 રન બનાવી મેચ ફેરવી દીધી હતી. અને ટીમને 224 રનનો રેકોર્ડ લક્ષ્ય હાંસલ કર્યો હતો.

જો કે, રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરની શાનદાર બેટિંગની રાહ જોવાઈ રહી છે. રોબિન ઉથપ્પા પર પણ નજર રહેશે. બેટિંગમાં કોઈ ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી. ત્યારે બોલિંગમાં જરૂર ટીમમાં ફેરફાર થઇ શકે છે. અહીં અંકિત રાજપૂતને બહાર મોકલવામાં આવી રહ્યો છે. બાકી જોફા આર્ચરને મેચમાં સામેલ કરશે.

આ પણ વાંચો:- IPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત

રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઈંગ XI: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન, રાયન પરાગ, રિયાન પરાગ, રાહુલ તેવાતીયા, ટોમ ક્યુરેન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ

રાજસ્થાન રોયલ્સની ટીમ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, રાહુલ તેવાતીયા મનન વ્હોરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, ઓશેને થોમસ, એન્ડ્ર્યૂ ટાઇ, ડેવિડ મિલર, ટોમ ક્રેન, અનિરુધ જોશી, શ્રેયસ ગોપાલ, રાયન પરાગ, વરૂણ એરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમર, મયંક માર્કંડેય અંકિત રાજપૂત, જયદેવ ઉનાડકટ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More