Home> Sports
Advertisement
Prev
Next

IPLમાં આવું રહ્યું છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈનું પ્રદર્શન, આ વખતે રોહિત કે શ્રેયસ કોણ મારશે બાજી

આ મુકાબલામાં સૌથી મોટું અંતર તે છે કે મુંબઈની પાસે એક અનુભવી કેપ્ટન રોહિત શર્મા છે જેની આગેવાનીમાં ટીમ ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે તો તેની ટીમ પાસે દબાવમાં રમવાનો શાનદાર અનુભવ છે. 

IPLમાં આવું રહ્યું છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈનું પ્રદર્શન, આ વખતે રોહિત કે શ્રેયસ કોણ મારશે બાજી

નવી દિલ્હીઃ  IPL 2020 Final MI vs DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ફાઇનલમાં બે દિગ્ગજ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટાઇટલ જંગ માટે આમને-સામને હશે. એક તરફ જ્યાં શ્રેયસ અય્યરની આગેવાનીમાં દિલ્હીની ટીમ પ્રથમવાર ટાઇટલ જીતવા ઈચ્છશે તો રોહિતની આગેવાનીમાં મુંબઈની ટીમ રેકોર્ડ પાંચમી વખત ટ્રોફી કબજે કરવાના ઈરાદાથી ઉતરશે. દિલ્હીની ટીમે 12 વર્ષ બાદ ફાઇનલમાં જગ્યા બનાવી છે તો મુંબઈએ છઠ્ઠી વખત ફાઇનલમાં એન્ટ્રી મારી છે. 

આ મુકાબલામાં સૌથી મોટું અંતર તે છે કે મુંબઈની પાસે એક અનુભવી કેપ્ટન રોહિત શર્મા છે જેની આગેવાનીમાં ટીમ ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે તો તેની ટીમ પાસે દબાવમાં રમવાનો શાનદાર અનુભવ છે. દિલ્હીના કેપ્ટન અય્યરનો અનુભવ રોહિતના મુકાબલો ખુબ ઓછો છે, પરંતુ જે રીતે તે પોતાની ટીમને અહીં સુધી લાવ્યો છે તે પ્રશંસાપાત્ર છે. 

આમ તો મુંબઈની ટીમે આ સીઝનમાં દિલ્હીને બંન્ને લીગ મુકાબલા તથા પ્રથમ ક્વોલિફાયરમાં પરાજય આપ્યો અને ફાઇનલમાં પહોંચી છે. અત્યાર સુધી મુંબઈની હાથે ત્રણ પરાજય બાદ દિલ્હી કઈ રીતે પલટવાર કરે છે તે જોવાનું રહેશે. હવે જરા વાત કરીએ બંન્ને ટીમોના આઈપીએલ સફરની.

IPL 2020 Final: દુબઈમાં દિલ્હી મનાવશે દિવાળી કે મુંબઈ લગાવશે જીતનો 'પંચ'?

છેલ્લા 12 વર્ષમાં દિલ્હીનું પ્રદર્શન
2008 - સેમિફાઇનલ્સ

2009- સેમિફાઇનલ્સ

2010 - પાંચમું સ્થાન

2011 - દસમું સ્થાન

2012 - ત્રીજું સ્થાન

2013 - નવમું સ્થાન

2014 - આઠમું સ્થાન

2015 - સાતમું સ્થાન

2016 - છઠ્ઠું સ્થાન

2017 - છઠ્ઠું સ્થાન

2018 - આઠમું સ્થાન

2019 - ત્રીજું સ્થાન

મુંબઈ ઈન્ડિયન્સનું છેલ્લા 12 વર્ષમાં આઈપીએલમાં પ્રદર્શન

2008 - પાંચમું સ્થાન

2009 - સાતમું સ્થાન

2010 - બીજું સ્થાન (રનર્સ-અપ)

2011 - ત્રીજા સ્થાન

2012 - ચોથું સ્થાન

2013 - વિજેતા

2014- ચોથું સ્થાન

2015 - વિજેતા

2016- પાંચમું સ્થાન

2017 - વિજેતા

2018 - પાંચમો

2019- વિજેતા

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More