Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020 Eliminator: વિરાટની RCB સામે વોર્નરની SRHનો પડકાર, હારનારી ટીમની સફર સમાપ્ત


srh vs rcb match preview and predictions: આઈપીએલ-2020નો એલિમિનેટર મુકાબલો વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ડેવિડ વોર્નરની આગેવાની વાળી સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. 

IPL 2020 Eliminator: વિરાટની RCB સામે વોર્નરની SRHનો પડકાર, હારનારી ટીમની સફર સમાપ્ત

અબુધાબીઃ મુશ્કેલ પડકારને પાર કરી પ્લેઓફમાં જગ્યા બનાવનારી સનરાઇઝર્સ હૈદરાબાદ  (SRH)નો સામનો આઈપીએલ એલિમિનેટરમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સામે થશે તો તે જીતની લય જાળવી રાખતા ટાઇટલ તરફ એક પગલું વધારવાના ઈરાદાથી ઉતરશે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત બાદ બીજા તબક્કામાં દમદાર પ્રદર્શન કરનાર સનરાઇઝર્સે પોઈન્ટ ટેબલમાં આરસીબીથી ઉતર ત્રીજા સ્થાને રહીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. 

ટૂર્નામેન્ટના લીગ તબક્કાની અંતિમ મેચોમાં બંન્ને ટીમોનું પ્રદર્શન એક બીજાથી ખુબ વિપરીત રહ્યું. આરસીબી સતત ચાર મેચ હારીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર રહી જ્યારે સનરાઇઝર્સે જીતની હેટ્રિક લગાવી. સનરાઇઝર્સે છેલ્લી ત્રણ મેચમાં દિલ્હી કેપિટલ્સ, આરસીબી અને ટોપ પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી હતી. કરો યા મરોના આખરી મુકાબલામાં મુંબઈને 10 વિકેટે હરાવી તેનો આત્મવિશ્વાસ સાતમાં આસમાન પર છે. તેનો શ્રેય ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાની શરૂઆતી જોડીને જાય છે. બંન્નેએ દિલ્હી વિરુદ્ધ 107 અને મુંબઈ વિરુદ્ધ 151 રનની ભાગીદારી કરી હતી. 

વોર્નર અત્યાર સુધી 14 મેચોમાં 529 રન બનાવી ચુક્યો છે જ્યારે સાહાએ ત્રણ મેચોમાં 184 રન બનાવીને સાબિત કરી દીધું કે શરૂઆતી મેચોમાં તેને ન ઉતારીને ટીમ મેનેજમેન્ટે ચુક કરી. વોર્નર અને સાહાનું પ્રદર્શન એટલુ સારૂ રહ્યુ કે મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ અને જેસન હોલ્ડરે કંઈ કરવું પડ્યું નહીં. બોલિંગમાં સનરાઇઝર્સની પાસે સંદીપ શર્મા, હોલ્ડર, શાહબાઝ નદીમ, ટી નટરાજન અને રાશિદ ખાન જેવા ફોર્મમાં ચાલી રહેલા બોલર છે. સંદીપે પાવરપ્લેમાં અને નટરાજને ડેથ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાશિદ વચ્ચેની ઓવરમાં ઓછો ખર્ચાળ રહ્યો છે. 

બીજીતરફ વિરાટ કોહલીની આરસીબીએ પોતાના પ્રદર્શનમાં ખુબ સુધાર કરવો પડશે. સતત ચાર મેચ હારીને ટીમનો આત્મવિશ્વાસ હલી ગયો છે. કેપ્ટન કોહલીનું ફોકસ પરંતુ પાછલા પ્રદર્શનોને ભૂલાવીને આગામી ત્રણ મેચની સાથે ટાઇટલ જીતવા પર હશે. દિલ્હી વિરુદ્ધ આરસીબીના બેટ્સમેન અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં. આરોન ફિન્ચના સ્થાને રમનાર જોશ ફિલિપિએ ટુકડામાં સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યો નથી. 

યુવા દેવદત્ત પડીક્કલે સતત સારૂ પ્રદર્શન કર્યુ છે. કોહલી અને એબી ડિલિવિયર્સે આ મેચમાં અપેક્ષા અનુરૂપ રમવું પડશે. બોલિંગમાં નવદીપ સૈનીની વાપસી સંભવ છે જે ઈજાને કારણે પાછલી મેચમાં બહાર રહ્યો હતો. મોહમ્મદ સિરાજ, ઉસુરુ ઉડાના, ક્રિસ મોરિસ ફાસ્ટ બોલિંગમાં તો વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલ સ્પિન વિભાગ સંભાળશે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More