Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: અડધી ટૂર્નામેન્ટ સમાપ્ત, પોઈન્ટ ટેબલમાં મુંબઈ પ્રથમ તો પંજાબ છેલ્લા સ્થાને

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટની 13મી સીઝનનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તમામ આઠ ટીમોએ પોતાના સાત મુકાબલા રમ્યા છે, એટલે કે અડધી ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ચેન્નઈ અને પંજાબની સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. 
 

IPL 2020: અડધી ટૂર્નામેન્ટ સમાપ્ત, પોઈન્ટ ટેબલમાં મુંબઈ પ્રથમ તો પંજાબ છેલ્લા સ્થાને

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટની 13મી સીઝનનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તમામ આઠ ટીમોએ પોતાના સાત મુકાબલા રમ્યા છે, એટલે કે અડધી ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની શક્તિશાળી ટીમોમાં સામેલ ચેન્નઈ સુપર કિંગ્સની હાલ શરૂઆતી મેચોમાં ખરાબ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પર છે તો દિલ્હી બીજા સ્થાને છે. 

અડધી ટૂર્નામેન્ટ પૂરી થઈ ચુકી છે અને પ્રથમ હાફ બાદ પોઈન્ટ ટેબલ પર નજર  કરીએ તો મુંબઈ પ્રથમ અને પંજાબ છેલ્લા સ્થાને છે. સાત મેચ રમી ચુકેલી તમામ ટીમોમાં પંજાબને સૌથી વધુ છ હાર મળી છે જ્યારે મુંબઈ, દિલ્હી અને બેંગલોરે બે-બે મેચ ગુમાવી છે. 

પ્રથમ હાફમાં મુંબઈની ટીમ ટોપ પર છે. ટીમ અત્યાર સુધી સાત મેચ રમી છે જેમાં પાંચમાં તેને જીત મળી છે તો બે મેચ ગુમાવી છે. ટીમની પાસે 10 પોઈન્ટ છે અને નેટ રનરેટ +1.327ની છે. 

CSK vs SRH: હૈદરાબાદની સામે ચેન્નઈના બેટ્સમેનોની થશે પરીક્ષા, વોર્નર-ધોની આમને સામને  

બીજું સ્થાન નવા જોશમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સે હાસિલ કર્યું છે. સાત મેચ રમ્યા બાદ પાંચ જીત અને બે હારી સાથે દિલ્હીની પાસે 10 પોઈન્ટ છે પરંતુ નેટ રનરેટને કારણે તે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર બેંગલોરની ટીમ છે તેણે સાત મેચ રમી પાંચ જીત મેળવી છે.

પોઈન્ટ ટેબલ
fallbacks

ચોથું સ્થાન કોલકત્તાની પાસે છે, જેણે સાત મેચમાં ચાર જીત સાથે 8 પોઈન્ટ મેળવ્યા છે. હૈદરાબાદની ટીમ પાંચમાં સ્થાને છે અને તેણે સાત મેચમાં ત્રણ જીત મેળવી છે. રાજસ્થાનની ટીમના ખાતામાં ત્રણ જીત છે અને તે છઠ્ઠા સ્થાને છે.  સાતમો ક્રમે ચેન્નઈ સુપર કિંગ્સનો આવે છે જેણે અત્યાર સુધી સાત મેચમાં બે જીત મેળવી છે. તો છેલ્લા સ્થાને સાત મેચમાં એક જીત સાથે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More