Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019 DC vs SRH: છેલ્લા બે પરાજયને ભૂલીને દિલ્હી સામે વિજય મેળવવા ઉતરશે હૈદરાબાદ

સતત બે મેચ ગુમાવ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ઘરઆંગણે વિજય મેળવીને ફરીથી પોતાની લય મેળવવા માટે મેદાનમાં ઉતરશે. 
 

IPL 2019 DC vs SRH: છેલ્લા બે પરાજયને ભૂલીને દિલ્હી સામે વિજય મેળવવા ઉતરશે હૈદરાબાદ

હૈદરાબાદઃ પોતાના છેલ્લા બે મેચમાં પરાજયનો સામનો કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવાર (14 એપ્રિલ)એ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ઉતરશે. બે પરાજય બાદ હૈદરાબાદની ટીમને પાંચ દિવસનો આરામ મળ્યો અને હવે આ ટીમ ફરીથી વિજયરથ પર સવાર થવા મેદાન પર ઉતરશે. 

તેને મોહાલીમાં પંજાબ સામે મળેલા પરાજય પર વિચાર કરવા માટે પાંચ દિવસનો સમય મળ્યો હતો. બીજીતરફ દિલ્હી કેપિટલ્સની ટીમ સતત બે મેચ જીતીને અહીં પહોંચી છે. તેણે બેંગલોર અને કોલકત્તાને તેના ઘરમાં પરાજય આપ્યો છે. હૈદરાબાદની ટીમ પોતાના મિડલઓર્ડર બેટ્સમેનના ફોર્મથી પરેશાન છે. ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ ટીમને સારી શરૂઆત અપાવી છે, પરંતુ જ્યારે આ બંન્ને ખેલાડી જલ્દી આઉટ થઈ જાય ત્યારે ટીમ વેર-વિખેર થઈ જાય છે. દિલ્હી સામેની મેચમાં કેન વિલિયમસન વાપસી કરી શકે છે. જો તે ફીટ હશે તો મોહમ્મદ નબીએ પોતાનું સ્થાન ગુમાવવું પડી શકે છે. વિલિયમસન ટીમમાં પરત ફરતા ટીમનું મિડલ ઓર્ડર વધુ મજબૂત થઈ જશે. 

તો બીજીતરફ બેંગલોર અને કોલકત્તાને તેના ઘરમાં પરાજય આપ્યા બાદ દિલ્હીની ટીમ ઉત્સાહિત છે. કોલકત્તા સામે શિખર ધવને અણનમ 97 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. ધવન ફોર્મમાં પરત ફરતા દિલ્હીની ટીમને રાહત થઈ છે. બીજીતરફ રિષભ પંત પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બોલિંગમાં રબાડાએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. તેના પર પણ તમામની નજર રહેશે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More