Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019: 8.4 કરોડમાં વેચાનાર આ ખેલાડી આઈપીએલમાંથી થયો બહાર

કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે આઈપીએલ-12ની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. 

IPL 2019: 8.4 કરોડમાં વેચાનાર આ ખેલાડી આઈપીએલમાંથી થયો બહાર

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે આઈપીએલની 12મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. કિંગ્સ ઈલેવન પંજાબે એક નિવેદનમાં બુધવારે આ વાતને સમર્થન આપ્યું હતું. ફ્રેન્ચાઇઝી પ્રમાણે વરૂણ સિઝનની શરૂઆતમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી અને હવે તે ટીમના બાકીના મેચોમાં રમી શકશે નહીં. કિંગ્સ ઈલેવન પંજાબે કહ્યું કે, તમિલનાડુના નિસાવી વરૂણને રિલીઝ કરવામાં આવી રહ્યો છે અને તે ઘર પર રહેતા સ્વાસ્થ્યનો લાભ લેશે. 

વરૂણને આ સિઝનમાં માત્ર એક મેચ રમવાની તક મળી હતી. આ મેચ તેણે કોલકત્તા વિરુદ્ધ રમી જેમાં 3 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે, ગત વર્ષે આઈપીએલ હરાજીમાં વરૂણ ચક્રવર્તી રાજસ્થાનના જયદેવ ઉનડકટની સાથે સંયુક્ત રૂપથી સૌથી મોંઘો વેંચાનાર ખેલાડી હતી. 

વરૂણને 8.4 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમ સાથે જોડ્યો હતો. વરૂણ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચેન્નાઈ સુપર કિંગ્સના મેચ પહેલા અભ્યાસ કરતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તેને ટીમ તરફથી રમવાની તક મળી નથી. 

અફરીદીએ પસંદ કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ XI,ભારતના એક ખેલાડીને આપ્યું સ્થાન

ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2019માં પંજાબની ટીમ 10 પોઈન્ટની સાથે ટેબલમાં 7માં સ્થાન પર છે. આ સિઝનમાં પંજાબે કુલ 12 મેચ રમી છે જેમાંથી 5માં જીત મળી છે. તો સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબનો આગામી મુકાબલો આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં 3 મેએ કોલકત્તા સામે થશે જ્યારે અંતિમ મેચ 5 મેએ ચેન્નઈ વિરુદ્ધ યોજાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More