Home> Sports
Advertisement
Prev
Next

આઈપીએલ-2019: પ્રથમવાર હરાજીમાં નહીં હોય 'હૈમરમૈન' રિચર્ડ મૈડલી

રિચર્ડ મૈડલી આઈપીએલની શરૂઆતથી તેની સાથે જોડાયેલ છે. 18મી ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી માટે 1003 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

આઈપીએલ-2019: પ્રથમવાર હરાજીમાં નહીં હોય 'હૈમરમૈન' રિચર્ડ મૈડલી

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એડિશન માટે હરાજીની પ્રક્રિયા લગભગ અંતિમ ચરણમાં  છે અને તમામ ફ્રેન્ચાઇઝી તેના માટે તૈયાર જોવા મળી રહી છે. આાગમી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાનારી  ખેલાડીઓની હરાજીમાં આ વખતે 'ધ હૈમરમૈન' એટલે કે, હરાજીકર્તા રિચર્ડ મૈડલી બોલી લગાવતા જોવા મળશે  નહીં. આ દરમિયાન 1003 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે જેમાં 746 ભારતીય છે. 

એક દાયકા કરતા વધુ સમયથી રમાતી આ લીગમાં આ પ્રથમ અવસર છે જ્યારે મૈડલી તેની હરાજીમાં જોવા  મળશે નહીં. તેના સ્થાન હ્રયૂ એડમીડ્સ ખેલાડીઓની બોલી લગાવશે જે ક્લાસિક કારોનો હરાજીકર્તા છે.  એડમીડ્સને તેનો 30 વર્ષનો અનુભવ છે. મૈડલીએ ટ્વીટર પર જાણકારી આપી કે તે આ વખતે આઈપીએલમાં  હશે નહીં. 

મૈડલીએ લખ્યું, 'આઈપીએલ 2019ની હરાજીને આયોજીત ન કરવા માટે માફી માગુ છું. આઈપીએલની  શરૂઆતથી તેમાં સામેલ રહેવું સન્માનની વાત છે. ભારત અને તેની બહારના ઘણા મિત્રોને હું મિસ કરીશ.  તમારા દ્વારા આપવામાં આવેલા સન્માન બદલ આભાર. ધ હૈમરમૈન.'

હરાજીમાં આ વખતે 800 એવા ખેલાડી છે જે ક્યારેય આઈપીએલમાં રમ્યા નથી. લીગના ઈતિહાસમાં  પ્રથમવાર છે કે 9 રાજ્યોના ખેલાડીઓએ હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રાજ્યોમાં અરૂણાચલ  પ્રદેશ, બિહાર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ઉત્તરાખંડ અને પુડુચેરી સામેલ છે. તેને  બીસીસીઆઈએ આ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની મંજૂરી આપી છે. 

પાકિસ્તાની લેગ સ્પિનર યાસિર શાહે કર્યો કમાલ, તોડ્યો 82 વર્ષ જૂનો રેકોર્ડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More