Home> Sports
Advertisement
Prev
Next

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની જગ્યાએ પીવી સિંધુ હશે ભારતીય દળની ધ્વજવાહક

સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધ્વજવાહક હશે. તેને સતત બીજીવાર આ જવાબદારી મળી રહી છે. નોંધનીય છે કે પહેલા ભારતનો ધ્વજવાહક નીરજ ચોપડા હતો પરંતુ તે ઈજાને કારણે આ ગેમ્સમાં રમશે નહીં. 

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની જગ્યાએ પીવી સિંધુ હશે ભારતીય દળની ધ્વજવાહક

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ બર્મિંઘમમાં ગુરૂવાર (28 જુલાઈ) થી થઈ રહ્યો છે. ઓપનિંગ સેરેમનીમાં ભારતના ખેલાડીઓનું પ્રતિનિધિમંડળ પણ સામેલ થશે અને આ વખતે ધ્વજવાહક સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ હશે. પહેલાં અહીં ધ્વજવાહક જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા હતો, પરંતુ ઈજાને કારણે હવે તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો નથી. 

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી બુધવારે જાહેરાત કરવામાં આવી કે એસોસિએશને ધ્વજવાહક તરીકે સ્ટાર શટલર પીવી સિંધુનું નામ નક્કી કર્યું છે. પીવી સિંધુ બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન છે, બર્મિંઘમમાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં તે પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. 

આ પણ વાંચોઃ CWG 2022 : કોમનવેલ્થમાં આ 5 ગેમ્સ પર રહેશે સૌની નજર, મેડલનું દાવેદાર છે ભારત  

નીરજ ચોપડા થયો ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીતવાના સૌથી મોટા દાવેદારોમાં હતો. તેણે હાલમાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. પરંતુ ફાઇનલ ઇવેન્ટમાં તે ખુબ ઈજાગ્રસ્ત થઈ ગયો. ત્યારબાદ ચોપડાનો ટેસ્ટ થયો અને તેને એક મહિનાનો આરામ આપવામાં આવ્યો છે. નીરજ ચોપડાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે ઈજાને કારણે કોમનવેલ્થમાં ભાગ લઈ શકશે નહીં. 

આ પણ વાંચોઃ નાઇજીરિયા જેવા ગરીબ દેશમાંથી દુનિયાને મળી રનિંગની રાણી, જાણો ગોલ્ડન ગર્લ ટોબી અમુસનની કહાની

8 ઓગસ્ટ સુધી ચાલશે ટૂર્નામેન્ટ
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ રહી છે. આ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત હંમેશા કોમનવેલ્થ ગેમ્સમાં સારૂ પ્રદર્શન કરે છે અને ટોપ-3માં જગ્યા બનાવે છે. આ વખતે પણ ભારતીય એથલીટો પાસે ઈતિહાસ રચવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More